fbpx
ગુજરાત

વિધાનસભા ગૃહમાં સરકારે સ્વીકાર્યું કે ઉદ્યોગોને જમીન અપાઈ

રાજ્યમાં ઉદ્યોગોને ખરાબા અથવા ગૌચરની જમીન આપવા મુદ્દે સરકારે ગૃહમાં મોટી કબૂલાત કરી. ગુજરાતમાં બે વર્ષમાં ૧૦૩ કરોડ ૮૦ લાખ ચોરસ મીટર જમીન ભાડે કે વેચાણથી આપવામાં આવી છે. ઉદ્યોગોને સરકારે પ્રતિદિન ૧૪ લાખ ૨૨ હજાર ૦૧૮ ચોરસ મીટર જમીનની લ્?હાણી કરી. કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા સવાલના જવાબમાં સરકારે કહ્યું કે કચ્છમાં સૌથી વધુ ૯૫ કરોડ ૬૫ લાખ ચોરસ મીટર જમીન ભાડે અથવા વેચાણથી આપવામાં આવી છે. ઉદ્યોગોને જમીન ભાડે કે વેચાણથી આપવા મુદ્દે કોંગ્રેસ સરકાર પર જાેરદાર કટાક્ષ કર્યો.

કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું કે ગરીબોને આપવા ૫૦ કે ૧૦૦ ચોરસ મીટર જમીનના પ્લોટ નથી. અને ઉદ્યોગોને સરકાર જમીનોની લ્હાણી કરી રહી છે. વિધાનસભા ગૃહમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) સુધારા વિધેયક રજૂ થયું છે. આ મુદ્દે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સત્રમાં જણાવ્યું કે ” સંજાેગો અનુસાર વિધેયકમા ફેરફાર જરૂરી છે.” ” પૂર્વ મંત્રી પ્રદિપસિંહ જાડેજાને અભિનંદન આપું છું” “આજદીન સુધી ૪૯૯ અરજીઓ થઈ છે” “લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ૯૯ એફઆઈઆર થઈ” “૪૭૮ ઈસમો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી થઈ” ” ૪૮ કેસમાં ચાર્જંશિટ દાખલ કરવામાં આવી” “કાયદાના કારણે ૨૮૬૩ વિઘા સરકારી જમીન ખાલી કરાવાઈ હોવાનું મહેસુલ મંત્રીએ ઉમેર્યું છે.

Follow Me:

Related Posts