વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ મનપાની સ્ટેન્ડિંગની બેઠક મળશે અને નવા એજન્ડા નક્કી થાય તેવા એંધાણ
ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં મતદાનના બંને તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે અને ૮મી ડીસેમ્બર ના રોજ પરિણામ જાહેર થશે. રાજ્ય ચૂંટણી તંત્ર તેની તૈયારીમાં લાગ્યું છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક તેમજ જનરલ બોર્ડ બોલાવવા માટે તૈયારી આરંભી દીધી હોય તેવા સમાચાર સુત્રો દ્વારા મળ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ ૧૫ નવેમ્બરે મળ્યું હતું કારણ કે નિયમ મુજબ બેઠક દર બે મહિને મળવી જરૂરી છે. આ કારણે સભા માટે એજન્ડા નીકળ્યો હતો જાેકે તેમાં કોઇપણ પ્રકારના ર્નિણય લેવામાં આવ્યા ન હતા અને ઔપચારિક કાર્યવાહી કરીને બોર્ડ પૂર્ણ જાહેર કરાયું હતું. નોંધનીય છે કે ૧૫ નવેમ્બરે મળેલા બોર્ડ અને બેઠકમાં માત્ર વંદે માતરમ્ ગાન પૂરતું સીમિત રહ્યું હતું.
દર મહિને નિયમ મુજબ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવવી પડે છે. પરંતુ સમય મર્યાદા પૂર્ણ થવામાં હોય જેથી સવારે ૧૧ કલાકે કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની એક બેઠક મળી હતી. જેમાં મંજૂરી અર્થે અલગ-અલગ ૧૨ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. બોર્ડ બેઠક પૂર્ણ થતાંની સાથે જ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં મંજૂરી અર્થે ૧૧ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.. જેમાં સોલિડ મેનેજમેન્ટ પ્રોજેક્ટ તથા નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટ્રલ સર્વિસીસ એન્ડ કોર્પોરેટેડની કામગીરી માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવા, જીમ માટે સાધનોની ખરીદ કરવા, વંદે ગુજરાત યાત્રામાં થયેલા ખર્ચને બહાલી આપવા, આધાર કાર્ડ નોંધણી માટે નવી ૧૪ નંગ કિટ ખરીદવા સહિતની ૧૧ દરખાસ્ત રજૂ કરાઇ છે. જે તમામ પેન્ડિંગ રાખવામાં આવી હતી.
૧૫ નવેમ્બરની સભામાં ભાજપના ૬૮ પૈકી ૯ કોર્પોરેટર ગેરહાજર રહ્યા હતા. તેમના રજા રિપોર્ટ આવ્યા હતા. જેમાં રાજકોટ-૬૯ના ઉમેદવાર ડો.દર્શિતાબેન શાહ અને રાજકોટ-૭૧ના ભાનુબેન બાબરીયા પણ સામેલ હતા. બંને ઉમેદવારો પોતાના મતક્ષેત્રમાં હોવાના કારણે રીપોર્ટ મોકલ્યો હતો. આ ઉપરાંત સભામાં રજા મુકનાર અન્ય સભ્યોમાં શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવા, દુર્ગાબા જાડેજા, હિરેનભાઇ ખીમાણીયા, ડો. અલ્પેશ મોરજરીયા, ડો. હાર્દિક ગોહેલ, વર્ષાબેન પાંધી, ભારતીબેન પરસાણાનો સમાવેશ થાય છે. તો કોંગ્રેસના વોર્ડ નં. ૧૫ના કોર્પોરેટર મકબુલભાઇ દાઉદાણી ગેરહાજર હતા. કોંગ્રેસ છોડી આપમાં જાેડાયેલા બંને કોર્પોરેટર વશરામ સાગઠીયા અને કોમલબેન ભારાઇને સરકારે ગેરલાયક જાહેર કર્યા હોય, તેથી ૭૨ના બદલે ૭૦ કોર્પોરેટરનું સંખ્યાબળ દર્શાવીને જ રોજકામ કરવામાં આવ્યું હતું. આ બાદ ૧૨ વાગ્યે ચેરમેન પુષ્કર પટેલના અધ્યક્ષસ્થાને સ્ટે.કમીટીની બેઠક મળી હતી.
જેમાં પણ એક મિનિટમાં જ તમામ દરખાસ્તો પેન્ડીંગ જાહેર કરી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. એજન્ડા પર રહેલી ૧૧ દરખાસ્તો અંગે હવે આગામી બેઠકમાં ર્નિણય કરવામાં આવશે. એટલે કે તા.૮ના રોજ વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવે, આચારસંહિતા ઉઠે તે બાદ તુરંત મિટીંગ બોલાવી રાબેતા મુજબ દરખાસ્તો મંજૂર કરવાનું શરૂ કરાશે. જનરલ બોર્ડની જેમ જ સ્ટે.કમીટીમાં પણ બેક સભ્યો ગેરહાજર રહ્યા હતા. હવે આચારસંહિતા બાદ કોર્પોરેટરો રાબેતા મુજબ મનપાએ આવે ત્યારે વહીવટ શરૂ થશે.
આચારસંહિતાના સમયનો ઉપયોગ મનપાએ વહીવટી કામ પૂરા કરવા માટે કર્યો હતો. જેટલી પેન્ડિંગ ફાઈલો હતી તેમજ જે ટેન્ડર પર કામ કરવાના હતા તે તમામ પૂરા કરવા મથામણ કરી હતી. જેને લઈને ચૂંટણીનું પરિણામ જાહેર થાય એટલે ધડાધડ દરખાસ્તો તૈયાર કરીને સ્ટેન્ડિંગ કમિટીને મોકલવામાં આવશે. બાદમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક સંભવતઃ ૧૦થી ૧૪ તારીખ સુધીમાં બોલાવીને આ તમામ પેન્ડિંગ કામોને આગળ ધપાવી દેવાશે અને બાદમાં જનરલ બોર્ડનો પણ એજન્ડા નીકળશે.ઉલ્લેખનીય છે કે, ગત જનરલ બોર્ડમાં આચારસંહિતાને કારણે વિકાસના નવા કામો મંજૂરી કરી શકાયા ન હતા. હવે ચૂંટણી પરિણામ બાદ કામને વેગ મળશે.
Recent Comments