ભાવનગરના ઝવેરચંદ મેઘાણી હોલ ખાતે યોજાયેલાં મતદાર સાક્ષરતા ક્લબ અંગેના યોજાયેલાં સેમિનારમાં ભાવનગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ ચૂંટણીમાં મતદાનને પ્રોત્સાહિત કરવાં માટે વિવિધ કોલેજોમાં નિમાયેલાં કેમ્પસ એમ્બેસેડર જો તેઓ સારી કારગીરી કરશે તો તેવાં વિદ્યાર્થીઓને એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી.
આ નૂતન પહેલની જાહેરાત કરતાં તેમણે કહ્યું કે, ભાવનગરના વિધાનસભા મતવિસ્તાર દિઠ ૩-૩ કેમ્પસ એમ્બેસેડરને એવોર્ડથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સન્માનિત કરવામાં આવશે. કલેક્ટરશ્રીએ ભારતનું ભાવી એવાં વિદ્યાર્થીઓ લોકશાહીનું પાયાનું અને મજબૂત પરિબળ છે. તે જેટલું મજબૂત હશે તેટલી જ આપણી લોકશાહી સજાગ અને જીવંત રહેશે તેમ વધુમાં જણાવ્યું હતું.
આગામી વિધાનસભા ચૂંટણીમાં આ વિદ્યાર્થીઓ પોતે તો જાગૃત રહે જ પરંતુ તેમની આસપાસના લોકોને પણ આ માટે પ્રેરિત કરે તે માટેની અપીલ કરી હતી.કલેક્ટરશ્રીએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને તેઓ મતદાતા જાગૃતિ માટે શું કરવાં માંગે છે કે શું કરી શકે છે તે વિશે મંચ પર આવીને તેમના આયોજન વિશે વાત કરવાનું જણાવતાં વિદ્યાર્થીઓએ મંચ પર આવીને તેમના વિચારો રજૂ કર્યા હતા.વિદ્યાર્થીઓના આવાં જોશ અને ઉત્સાહને બિરદાવવાં માટે કલેક્ટરશ્રીએ કેમ્પસ એમ્બેસેડરને બિરદાવવાં માટે ચૂંટણી તંત્ર દ્વારા તેમને સન્માનીત કરવાની જાહેરાત કરી હતી.

















Recent Comments