અમરેલી

વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા અને જિલ્લા કલેક્ટર અજય દહિયાએ નૂતન હાઈસ્કુલના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યુ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની પર્યાવરણ રક્ષણ પહેલ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રીશ્રીના ૭૪માં જન્મદિને અમરેલી જિલ્લામાં સંક્લિત વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાયા હતા. અમરેલી નગરમાં વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયા અને જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએ નૂતન હાઈસ્કુલના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યુ હતું અને નાગરિકોને વૃક્ષારોપણ કરવા માટે આહ્વાન કર્યુ હતું. 

 નાયબ મુખ્યદંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાએ કહ્યુ કે, વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે તેમની જ પહેલથી શરુ કરવામાં આવેલા અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું. સમગ્ર જિલ્લામાં મોટી સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં પણ આ કાર્યક્રમ શરુ રાખવામાં આવશે. આ પ્રસંગે તેમણે સૌને એક વૃક્ષ વાવવાનો અનુરોધ કર્યો હતો.જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએ કહ્યુ કે, પ્રકૃતિના જતન માટે વૃક્ષારોપણ જરુરી છે. સૌ વિદ્યાર્થીઓ એક એક વૃક્ષ અચૂક વાવે અને વૃક્ષારોપણનો આ સંદેશ પોતાના પરિવાર મિત્રો સુધી પહોંચાડે. કાર્યક્રમમાં અમરેલી પ્રાંત અધિકારીશ્રી નાકિયા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ગોહિલ, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી પટેલ, શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, વિદ્યાર્થીઓ, પોલીસ કેડેટ તાલીમના તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts