વિધાનસભા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રાધનપુર અંધાપાકાંડનો મુદ્દો ઉઠાવ્યો
ગાંધીનગર વિધાનસભા સત્ર દરમિયાન આજે રાધનપુર અંધાપાકાંડનો મુદ્દો ગુંજ્યો હતો. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રાધનપુર અંધાપાકાંડનો મુદ્દો ઉઠાવ્યો હતો. કિરીટ પટેલે માણેકલાલ નાથાલાલ વખારીયા સર્વોદય આંખની હોસ્પિટલમા બનેલી ઘટના અંગે વિગત માગી હતી, જેમાં મોતિયાના ઓપરેશન માટે દાખલ થયેલા દર્દીઓએ દ્રષ્ટિ ગુમાવી હતી. રાધનપુર અંધાપાકાંડ મામલે વિધાનસભામાં આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે જવાબ રજૂ કર્યો હતો. ઋષિકેશ પટેલે હોસ્પિટલ દ્વારા નિયમોમાં ચૂક થઇ હોવાનું જણાવ્યુ હતુ. તેમણે તાત્કાલિક જાણ થતાં હોસ્પિટલમાં તપાસ માટે ટીમ મોકલવામાં આવી હોવાની માહિતી આપી હતી. સાથે જ જણાવ્યુ હતુ કે પાંચ દર્દીઓની દ્રષ્ટી સુધારા ઉપર છે. બે દર્દીઓની સારવાર હજૂ ચાલુ છે, ત્રણ દર્દીઓને રજા અપાઈ છે. હોસ્પિટલ સારૂ કામ કરી રહી છે, ઓપરેશન થીએટર બંધ કર્યા છે.
Recent Comments