ગુજરાતમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ આદર્શ આચારસંહિતા અમલી છે. અમરેલી જિલ્લાની તમામ વિધાનસભા બેઠકોની સામાન્ય ચૂંટણીનું મતદાન તા.૦૧-૧૨-૨૦૨૨ અને મતગણતરી તા.૦૮-૧૨-૨૦૨૨ના રોજ યોજાશે. જિલ્લાના તમામ ખાનગી મુદ્રણાલયોના માલિકો-સંચાલકો, ઝેરોક્ષ કે અન્ય રીતે નકલ છાપનારાઓને ચૂંટણીપંચની જોગવાઇ અનુસાર ચૂંટણી અંગેના સાહિત્ય, ભીંતપત્ર, ચોપાનીયા કે આવી અન્ય કોઇ સમાગ્રી પર મુદ્રક પંક્તિમાં મુદ્રક અને પ્રકાશનના નામ અને પૂરા સરનામા સ્પષ્ટપણે અવશ્ય છાપવાના રહેશે. મુદ્રકે પ્રકાશક પાસેથી ચૂંટણીપંચના હુકમની જોગવાઇ મુજબનું એકરારનામુ બે નકલમાં મેળવવાની રહેશે. એક નકલ ઉપર જણાવ્યાની વિગતે તેમણે કે તેમના પ્રતિનિધિએ મુદ્રણ કરેલ (છાપેલ દસ્તાવેજની) ચાર નકલો જિલ્લા મેજીસ્ટ્રેટ-અમરેલીને તથા બે નકલો સંબંધિત ચૂંટણી અધિકારીશ્રીને મોકલી આપવાની રહેશે તેમજ નિયત જોડાણમાં આ અંગેની લેખિતમાં જાહેરાત કરવાની રહેશે.
હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ તથા લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૨૭ (એ)ની જોગવાઈઓ હેઠળ કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે હેઠળ સજાને પાત્ર થશે.


















Recent Comments