વિધાન સભાની ગુંજ…..
દેશમાં વધી રહેલા કોરોના ના નવા કેસોની સંખ્યા ૧૬ હજારને પાર થઈ ગઈ છે જેમાં મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના સંક્રમિતો કેસોની ઝડપ વધી ગઈ છે તે સાથે વિધાન સભામાં ૨૫ પોઝીટીવ મળી આવતા તરખાટ મચી ગયો છે.ગુજરાતમા સ્વરાજ્ય સંસ્થાઓ પૈકી છ મહાનગરપાલિકાના પરિણામો આવવા સાથે કોરોના ના નવા કેસોની સંખ્યા વધવા લાગતા ૪૦૦ ને પાર થઈ જવા પામી છે જેમાં અમદાવાદમા કોરોનાના નવા કેસોની સંખ્યા વધતી જતા માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારોની સંખ્યામાં પણ વધારો થયો છે તે સાથે આમ પ્રજા માટે કોરોના ટેસ્ટ માટે ડોમ શરૂ કરી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં ત્રીજા તબક્કાનું કોરોના રસીકરણ અભિયાન શરૂ થઈ ગયું છે. જ્યારે કે બીજા તબક્કાનું રસીકરણ પૂર્ણ થવા તરફ છે. સરકાર દ્વારા શહેરોના કફ્ર્યુ દિવસમાં ૧૫ દિવસ લંબાવી દીધું છે જ્યારે કે રાજ્ય સરકારે રાજ્યમાં કોરોનાની વધતી સંખ્યા જાેઈને વિધાનસભાના બજેટ સત્રમાં આમ પ્રજા માટે પાબંધી જાહેર કરીને વિધાનસભા ગૃહમાં કોરોના નિયમ અનુસાર મંત્રીઓ, ધારાસભ્યો, અધિકારીઓ, પત્રકારો માટે બેઠક વ્યવસ્થા કરી છે જેમાં ડિસ્ટન્સ,માસ્ક બાબતને મહત્વ આપવામાં આવ્યું છે. તે સાથે ગૃહમાં દરેક પ્રવેશ કરનાર માટે કોરોના નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે.
વિધાનસભા ગૃહમાં બેઠક ડિસ્ટન્સ જાળવવા કારણે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો માટે ગૃહના ફ્લોર પર તેમજ ગૃહની પ્રેક્ષક ગેલેરીઓમા બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે તો અધિકારીઓને ગેલેરીમાં એક વચ્ચે એક બેઠક છોડીને બેઠક વ્યવસ્થા કરવામાં આવે છે. “આજે ગુજરાત વિધાનસભાના બજેટસત્રના પ્રથમ દિવસે ગૃહમાં આવેલ મંત્રીઓ ભાજપ- કોંગ્રેસના ધારાસભ્યોએ હસ્તધુનન નહી કરતા એકબીજાને હાથ જાેડી નમસ્કાર કરવા સાથે ડિસ્ટન્સ જાળવી એક બીજાના ખબર અંતર પૂછતા જાેવા મળ્યા હતા. બાદમાં રાજ્યપાલશ્રી બાર વાગ્યે ગૃહમાં આવતા સભ્યોએ તેમને આવકાર આપ્યો હતો અને રાજ્યપાલશ્રી એ વિધાનસભા ગૃહને સંબોધન શરૂ કર્યું હતું જે એક કલાક ૨૦ મિનિટ સુધી ચાલ્યું હતું પરંતુ આશ્ચર્યની બાબત એ હતી કે તેમનું નિવેદન પૂરું થયા બાદ ગૃહમાં વિરોધ પક્ષ અગાઉની જેમ કોઈ વિરોધ ન કર્યો કે ન હોહા કરી હતી.ગૃહને સંબોધી ગૃહમાંથી વિદાય થતાં રાજ્યપાલશ્રીને ગૃહ સભ્યોએ તાલીઓના ગડગડાટ વચ્ચે વિદાય આપી હતી.
Recent Comments