ભાવનગર

વિધાન સભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ અંતર્ગત ભાવનગર શહેરમાં નવતર અભિગમ

વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ માં મતદાન કરવાનો સંદેશો દરેક પરિવાર સુધી પહોંચે તે માટે જિલ્લા ચૂંટણી પંચ દ્વારા નવતર અભિગમ હાથ ધરાયો છે.

        જેમાં મહાનગરપાલિકા દ્વારા ચાલતી ૧૩૦ જેટલી ટેમ્પલ બેલ વાન શેરી મહોલ્લામાં જઈને ગાર્બેજ  કલેક્શન કરતી હોય છે ત્યારે મતદાર જાગૃતિના ભાગરૂપે આ ટેમ્પલ બેલ વાન થકી આગામી ૧-ડિસેમ્બર સુધી મતદાન જાગૃતિ અંગેનો સંદેશો આપતી ટ્યુન વગાડવામાં આવશે.

        આ નવતર અભિગમ થકી મતદારોને ૧ ડિસેમ્બર ૨૦૨૨ ના રોજ મતદાન કરવા અંગે માહિતગાર કરાશે.

        જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી ડી. કે. પારેખ તથા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નરશ્રી એન.વી. ઉપાધ્યાય ના માર્ગદર્શન હેઠળ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નવતર અભિગમ હાથ ધરાયો છે.

Related Posts