વિધાનસભાના વિપક્ષ નેતા બદલવાની ચર્ચા માત્ર અફવા હોવાનું સામે આવ્યુ છે. વિપક્ષના નેતા બદલવાની અટકળો પર અમિત ચાવડાએ પૂર્ણવિરામ મુક્યો છે. વિપક્ષ નેતા અમિત ચાવડાએ કહ્યું કે અટકળો માત્ર અટકળો જ હોય છે. કોઇ વિપક્ષ નેતા બદલવાની વાત નથી. સાથે જ કહ્યું કે આગામી ચૂંટણીમાં કોંગ્રેસ ટીમવર્કથી કામ કરશે. તો કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ અંગે અમિત ચાવડાએ કહ્યું કે હાઈકમાન્ડે બહુ વિચારીને અનુભવી શક્તિસિંહ ગોહિલને જવાબદારી સોંપી છે.
વિપક્ષના નેતા બદલવાની અટકળો પર અમિત ચાવડાએ પૂર્ણવિરામ મુક્યો

Recent Comments