ખાલિસ્તાની ઉગ્રવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવ આવી ગયો છે. આ દરમિયાન કેનેડામાં હિંદુઓને ધમકી આપતો અને તેમને દેશ છોડવાનું કહેતો એક વીડિયો વાયરલ થયો હતો, જેના કારણે ફરી એકવાર વાતાવરણ ગરમાયું છે. વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોને આ મુદ્દે શાસક પક્ષ તેમજ વિપક્ષી નેતાઓના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ખાલિસ્તાની ઉગ્રવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધ્યો અને આ બધું દરમિયાન ખાલિસ્તાન સમર્થક ગુરપતવંત પન્નુએ ભારતીય મૂળના હિંદુઓને ધમકી આપતો વીડિયો પણ સામે આવ્યો હતો. પિયર પોઈલીવરે કેનેડાની વિરોધ પક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા છે.
એક સર્વેમાં તેણે પીએમ જસ્ટિન ટ્રૂડોને લોકપ્રિયતાના મામલે પાછળ છોડી દીધા છે. વડાપ્રધાન પદ માટેના સર્વેમાં પોઈલીવરને ૪૦ ટકા લોકોએ પસંદ કર્યું હતું, જ્યારે માત્ર ૩૧ ટકા લોકોએ ટ્રૂડોનું સમર્થન કર્યું હતું. પોઈલીવરે હિંદુઓ પરની ટિપ્પણીઓની નિંદા કરતી વખતે તેમના યોગદાનની પણ પ્રશંસા કરી છે. પોઈલીવરે કહ્યું કે કેનેડાના દરેક ભાગમાં હિંદુઓએ અમૂલ્ય યોગદાન આપ્યું છે. અહીં હિંદુ સમુદાયનું હંમેશા સ્વાગત કરવામાં આવશે. તેમણે કહ્યું કે કોઈપણ વ્યક્તિ કોઈપણ ડર વગર કેનેડામાં રહી શકે છે. હકીકતમાં, ભારતમાં બેન સંગઠન શીખ ફોર જસ્ટિસના વડા અને ખાલિસ્તાન સમર્થક ગુરપતવંત પન્નુએ ભારતીય મૂળના હિંદુઓને ધમકી આપતો વીડિયો જાહેર કર્યો હતો. આ સાથે તેને દેશ છોડવા માટે પણ કહેવામાં આવ્યું હતું. ર્ઁૈઙ્મૈીદૃિીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ઠ’ પર કહ્યું કે કેનેડામાં રહેતા દરેક વ્યક્તિને કોઈપણ ડર વિના જીવવાનો અધિકાર છે.
તેમણે કહ્યું કે તાજેતરના સમયમાં અમે કેનેડામાં હિંદુઓને નિશાન બનાવતી દ્વેષપૂર્ણ ટિપ્પણીઓ જાેઈ છે. રૂઢિચુસ્તો આપણા હિંદુ પડોશીઓ અને મિત્રો વિરુદ્ધ આ ટિપ્પણીઓની નિંદા કરે છે. કેનેડાના વિપક્ષી નેતાએ વધુમાં કહ્યું કે હિંદુઓએ આપણા દેશના દરેક ભાગમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેથી તેમનું અહીં હંમેશા સ્વાગત કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવ ત્યારે થયો જ્યારે પીએમ જસ્ટિન ટ્રૂડોએ ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યા પાછળ ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો. નિજ્જરની ૧૮ જૂને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભારત સરકારે ટ્રૂડોના આરોપોને વાહિયાત અને પ્રેરિત ગણાવીને નકારી કાઢ્યા હતા.
કેનેડાએ એક ભારતીય રાજદ્વારીને પદ પરથી દૂર કર્યા હતા, જેના જવાબમાં ભારતે પણ કેનેડાના ટોચના રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા. વિદેશ મંત્રાલયે કેનેડામાં રહેતા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે એક એડવાઈઝરી જાહેર કરી છે અને તેમને સાવચેત રહેવા જણાવ્યું છે. આ સમગ્ર વિવાદ પર પિયરે પોઈલીવરે કહ્યું કે ટ્રૂડોએ ર્નિણય લેવા માટે તમામ હકીકતો સાથે સ્પષ્ટપણે આગળ આવવું જાેઈએ. અમારે તમામ સંભવિત પુરાવા જાણવાની જરૂર છે જેથી કરીને ર્નિણય લઈ શકાય. પિયર પોઈલીવરે તો ત્યાં સુધી કહ્યું કે, ટ્રૂડોએ કોઈ તથ્યો આપ્યા નથી. તેમણે માત્ર નિવેદન આપ્યું છે. જાે વધુ માહિતી પૂરી પાડવામાં ન આવે તો આરોપો ખોટા અથવા અવિશ્વસનીય હોવાનું જણાય છે. આ અંગે ર્નિણય લેવા માટે મને વધુ પુરાવાની જરૂર છે. પોઈલીવરે આરોપ લગાવ્યો કે જ્યારે ચીને બે કેનેડિયન નાગરિકોને બંધક બનાવ્યા ત્યારે પણ ટ્રૂડોએ કંઈ કર્યું નથી. આ કેસમાં પણ તેણે આવો જ અભિગમ અપનાવ્યો હતો.
Recent Comments