fbpx
રાષ્ટ્રીય

વિપક્ષે ગરીબોને સુવિધાઓથી દૂર રાખ્યાઃ મોદીના પ્રહારો

૧૦૦ વર્ષમાં દુનિયાનાં કોઈ પણ દેશે કોરોના જેવી આફતને જાેઈ નથી, મળીને સામનો કરીશુ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશમાં પીએમ મોદી ગરીબ કલ્યાણ યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરી. આ દરમિયાન તેમણે કહ્યુ કે સરકારે સંકટના સમયે ગરીબોને પ્રાથમિકતા આપી અને ગરીબોના ભોજન અને રોજગારની ચિંતા કરી. તેમણે કહ્યુ કે અન્ન યોજના સાથે કોરોના કાળમાં લોકોને મોટી રાહત મળી છે.
પીએમ મોદીએ કહ્યુ કે જનધન યોજનાથી આજે દેશની મોટી આબાદીને લાભ મળ્યો છે. પીએમે વિપદાથી નિવારણ માટે તમામને એક સાથે આવવાની અપીલ કરી.

આ અવસરે મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ હાજર રહ્યા. આ કાર્યક્રમમાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, અસમ, ત્રિપુરા, હરિયાણા અને ગોવાના મંત્રી તેમજ ખાદ્ય ક્ષેત્રના અધિકારી પણ વર્ચુઅલી રીતે સામેલ થયા.

કાર્યક્રમને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ કે ૮૦ કરોડ લોકોને આ યોજનાનો લાભ મળ્યો છે. આ યોજનાથી રાજ્યના પાંચ કરોડ લોકોને ફાયદો થયો છે. સરકાર ગરીબોનુ જીવન સ્તર ઊંચુ લાવવા માટે દિવસ રાત પ્રયાસરત છે. સૌનો સાથ સૌનો વિકાસ કરવો ભાજપ સરકારનુ ના માત્ર સૂત્ર છે, પરંતુ સંકલ્પ છે.
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા.

લાભાર્થીઓને સંબોધિત કરતા પીએમે કહ્યુ કે પહેલા સરકારી વ્યવસ્થામાં કેટલીક વિસંગતતાઓ હતી. વિપક્ષે હંમેશા ગરીબોને સુવિધાથી દૂર રાખ્યા. તેમણે કહ્યુ કે વિકાસ માટે ડબલ એન્જિનની જરૂર છે. શિવરાજ સિંહના નેતૃત્વમાં મધ્યપ્રદેશના દરેક વિસ્તારમાં ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. પીએમે પ્રદેશમાં વરસાદ અને પૂરથી બગડેલી પરિસ્થિતિ પર દુઃખ વ્યક્ત કર્યુ. રાજ્ય સરકારને દરેક સંભવ મદદ કરવાનો વિશ્વાસ અપાવ્યો છે.

પીએમ મોદીએ કોરોનાકાળનો ઉલ્લેખ કરતા કહ્યુ કે સંક્રમણને રોકવા માટે જનજીવન રોકવુ પડ્યુ દરેક પડકારને દેશે એક થઈને સામનો કર્યો. કોરોના સામે લડત એક મોટો પડકાર હતો. દુનિયામાં ભારત વેક્સિનના મામલે સૌથી આગળ વધ્યા. ભારતની પાસે સ્વદેશી વેક્સિન ઉપલબ્ધ છે. અત્યાર સુધી દેશમાં ૫૦ કરોડથી વધારે લોકોને વેક્સિન લગાવવામાં આવી ચૂકી છે.

Follow Me:

Related Posts