ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નવા નેતાની નિમણુંક લઈને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, વિરજી ઠુમ્મર સક્રિય એટલા માટે થયા છે કે નવા નેતાની નિમણુંક કરવાની છે. પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું, વિરજીભાઈ હજુ શૈલેષ પરમાર અને મોહનસિંહ રાઠવા લાઇનમા છે. વિરજી ઠુમ્મરે કહ્યું, હજુ રાહ જાેઇશ. પ્રદિપસિંહ કહ્યું ત્યાં સુધી કોંગ્રેસની ઇમારત ખંડેર થઈ જશે. શૈલેષ પરમારને વિપક્ષના નેતા તરીકેનું નામ દેતા શૈલેષ પરમાર પાછલી હરોળમાં જઈને બેસી ગયા હતા.
વિરજીભાઈ હજુ શૈલેષ પરમાર અને મોહનસિંહ રાઠવા લાઇનમા છેઃ પ્રદીપસિંહ

Recent Comments