વિરમગામમાં ૬૭૦ વિઘા ખોટા દસ્તાવેજાેથી પડાવવાની છેતરપિંડી
અમદાવાદ જિલ્લાના એક ગામમાં ખેડૂતો સાથે મોટી છેતરપીંડીનો મામલો સામે આવ્યો છે. ખોટા દસ્તાવેજાેથી ભૂમાફિયાએ બાનાખત કરાવી દીધાની ઘટના ઘટતા ચકચાર મચી જવા પામ્યો છે. વિરમગામ તાલુકાના ગોરૈયા દોલતપુરા ગામના ૪૬ ખેડૂતો સાથે છેતરપિંડી થઈ છે. ખોટા દસ્તાવેજી પુરાવા બનાવી આશરે ૬૭૦ વિઘા જમીનના બાનાખત કરાયાની વિગતો સામે આવી છે. જે પૈકી કેટલાક મૃત વ્યક્તિઓના પણ ફોટા લગાવીને ખોટા બાનાખત કરવામાં આવ્યા હતા. આ કૌભાંડ સામે આવતા ગોરૈયા દોલતપુરા ગામના ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. ખેડૂતોએ ગેરરીતિ આચરનારા ભૂમાફિયા સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.
Recent Comments