વિરસદ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં રૂમમાં મુકેલ ૧૪૪ કિલો ગાંજાની ચોરી
બોરસદ તાલુકાના વિરસદ પોલીસ મથકમાં કબ્જે લીધેલ ગાંજાના મુદ્દમાલની ચોરી થતા ચકચાર મચી છે. પોલીસ મથકમાં આવેલ રૂમની પાછળની બારીના લોખંડના સળિયા અજાણ્યા ઈસમોએ ખેંચી ઉભા કરી ૮,૬૦,૨૨૦ની કિંમતનો ૧૪૪ કિલો અને ૧૮૦ ગ્રામ ગાજાે ચોરી ગયા હોવાનો બનાવની ફરિયાદ વિરસદ પોલીસ મથકે નોંધાઇ છે. બોરસદ તાલુકાના વિરસદ ગામમાં પોલીસ સ્ટેશનમાંથી ૪ વર્ષ અગાઉ કબ્જે લીધેલ ગાંજાના મુદ્દામાલની ચોરી થતા કુતુહલ સર્જાયું છે.પોલીસની નાક નીચેથી પોલીસ કમ્પાઉન્ડમાંથી ચોર ઈસમો ચોરી કરી ભાગી જતા જનતામાં પોલીસની કિરકિરી ઉડી છે.જાેકે આ ઘટનાને લઈ પોલીસે ઘનિષ્ટ તપાસ હાથ ધરી છે અને એસઓજી ,એલસીબી સહિતની ટીમ બનાવી ચોર ઈસમોને ઝડપવા કવાયત હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ વિરસદ પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં આવેલ રૂમના પાછળની બારીના લોખંડના સળિયા ખેંચી ઉભા કરી એન.ડી.પી.એસ એક્ટ કલમ ૮(સી),૨૦ મુજબના ગુનામાં તારીખ ૨૬ નવેમ્બર ૨૦૧૮ ના રોજ કબ્જે લીધેલ પ્રથમ થેલીમાં ગાંજાે ૩૪ કિલો ૨૯૦ ગ્રામ કિંમત રૂપિયા ૨,૦૫,૭૪૦, બીજી થેલીમાં ગાંજાે ૩૬ કિલો ૩૯૦ ગ્રામ કિંમત રૂપિયા ૨,૧૮,૩૪૦/, ત્રીજી થેલીમાં ગાજાે ૩૩ કિલો ૯ ગ્રામ કિંમત રૂપિયા ૧,૯૮,૫૪૦ તથા અન્ય થેલીમાં ગાજાે ૩૯ કિલો ૬૦૦ ગ્રામ કિંમત રૂપિયા ૨,૩૭,૬૦૦ મળી કુલે ૧૪૪ કિલો અને ૧૮૦ ગ્રામ ગાંજાે કુલે કિંમત ૮,૬૦,૨૨૦/ ના મતાની કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી લઈ ગયા હતા. આ બનાવ અંગે વિરસદ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ શોભનાબેન રમણભાઈ વાઘેલા ફરિયાદી બની વિરસદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ઈપીકો કલમ ૪૫૪,૪૫૭ તથા ૩૮૦ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ છે.
Recent Comments