બોલીવૂડના દિવંગત ગાયક અને અભિનેતા કિશોર કુમારના ગીતો આજે પણ ચાહકોના દિલમાં આગવું સ્થાન ધરાવે છે. ત્યારે મુંબઈના જુહુ તારા રોડ પર આવેલા તેમના ‘ગૌર કુંજ’ બંગલાને લઈને રસપ્રદ સમાચાર સામે આવી રહ્યા છે. ક્રિકેટર વિરાટ કોહલીએ કિશોર કુમારના બંગલાનો મોટો હિસ્સો ૫ વર્ષ માટે ભાડે રાખ્યો છે. વિરાટ અહીં શાનદાર રેસ્ટોરન્ટ બનાવી રહ્યો છે. એક સમાચાર મુજબ કિશોર કુમારના જુહુ બંગલામાં મોટા ફેરફાર કરવામાં આવી રહ્યા છે. રેસ્ટોરન્ટનું અડધાથી વધુ કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને આ રેસ્ટોરન્ટ આગામી એક મહિનામાં શરૂ થઈ જશે તેવી અપેક્ષા છે. થોડા સમય પહેલા ઇન્ટરવ્યૂમાં કિશોર કુમારના પુત્ર અમિત કુમારે આ વાતને કન્ફર્મ કરી હતી. તેમના કહ્યા મુજબ સુમિત કુમાર થોડા મહિના પહેલા વિરાટ કોહલીને મળ્યા હતા અને બંનેએ બંગલો ભાડે આપવા અંગે ચર્ચા કરી હતી. હવે આ બંગલો વિરાટને ૫ વર્ષ માટે ભાડે આપવામાં આવ્યો છે. વિરાટ કોહલીની આ પહેલી રેસ્ટોરન્ટ નથી. ભૂતકાળમાં તેણે દિલ્હીમાં નુએવા રેસ્ટોરન્ટ શરૂ કરી હતી. તેમાં પંજાબી ફૂડ મળે છે. ઉપરાંત તે સાઉથ અમેરિકન અને અન્ય કોન્ટિનેન્ટલ ડિશ માટે પણ ફેમસ છે. રેસ્ટોરન્ટ સિવાય વિરાટે બીજા ઘણા બિઝનેસમાં પણ રોકાણ કર્યું છે. તે દિલ્હીમાં ર્ંહી૮ર્ષ્ઠદ્બદ્બેહી નામનો રેસ્ટોબાર પણ ધરાવે છે. તે કપડાં અને શૂઝની ઉિર્ખ્તહ બ્રાન્ડનો કો-ફાઉન્ડર પણ છે. આ ઉપરાંત વિરાટ ેંછઈ ઇર્અટ્ઠઙ્મજ નામની ટેનિસ ટીમનો કો-ફાઉન્ડર પણ છે. આ બંગલો ૪ વર્ષ પહેલા વિવાદમાં હતો. વર્ષ ૨૦૧૮માં આ બંગલો રેસ્ટોરન્ટ ખોલવા માટે ૩ વર્ષની લીઝ પર આપવામાં આવ્યો હતો. ત્યારે બીએમસીએ કિશોર કુમાર અને લીલા ચંદાવરકરના પુત્ર સુમિતને નોટિસ મોકલી હતી, જેમાં બંગલાના ગ્રાઉન્ડ ફ્લોરમાં ગેરકાયદે બાંધકામ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. અહીં ઉલ્લેખનિય છે કે, કિશોર કુમાર પહેલા આ બંગલામાં રહેતા હતા. તેમણે આ બંગલાનું નામ ગૌર કુંજ રાખ્યું હતું. તેમને આસપાસના વૃક્ષો ખૂબ જ પસંદ હતા અને તેઓ વૃક્ષો વચ્ચે ઘણો સમય પણ પસાર કરતાં હતા. એવું કહેવામાં આવે છે કે, તેમને આ બંગલા સાથે ખૂબ જ પ્રેમ હતો અને તેઓએ બંગલાના શણગારમાં કૃત્રિમ વસ્તુઓ કરતાં હરિયાળીને પ્રાધાન્ય આપ્યું હતું.
વિરાટ કોહલીએ કિશોર કુમારના બંગલાનો મોટો હિસ્સો ૫ વર્ષ માટે ભાડે રાખ્યો

















Recent Comments