વિરાટ કોહલીનો દબદબોઃ ઇન્સ્ટાગ્રામ પર ૧૦ કરોડ ફોલોઅર્સ ધરાવનાર પ્રથમ ભારતીય
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ઇતિહાસ રચ્યો છે. આ વખતે તેણે ક્રિકેટ મેદાનની બહાર આવો રેકોર્ડ બનાવ્યો છે કે જે ભારતમાં તો શું એશિયામાં કોઈએ બનાવ્યો નથી. વિરાટ કોહલીનો આ રેકોર્ડ ઇન્સ્ટાગ્રામ સાથે સંકળાયેલો છે. તે ૧૦૦ મિલિયન એટલે કે ૧૦ કરોડ ફોલોઅર્સ ધરાવતા પ્રથમ ભારતીય અને એશિયન વ્યક્તિ છે. આ સાથે, તે આ સ્થાન પર પહોંચનાર પ્રથમ ક્રિકેટર પણ છે. આઈસીસીએ પણ તેમના પરાક્રમ અંગે ટ્વીટ કર્યું છે. આમાં તેણે ૧૦૦ મિલિયનથી વધુ ફોલોઅર્સવાળા લોકોના ફોટા પોસ્ટ કર્યા છે. સાથે લખ્યું છે, ‘વિરાટ કોહલી, ઇન્સ્ટાગ્રામ પર ૧૦૦ મિલિયન ફોલોઅર્સ ધરાવતા પહેલા ક્રિકેટર છે.’
ઇન્સ્ટાગ્રામ પરના ફોલોઅર્સ અનુસાર, વિશ્વમાં ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સવથી આગળ છે. તેના ૨૬૬ મિલિયન ૨૬.૬ કરોડ ફોલોઅર્સ છે. ત્યારબાદ એરિયાના ગ્રાંડે (૨૨.૪ મિલિયન), અભિનેતા ડ્વેન જહોનસનના ૨.૨૦ કરોડ, કાઇલી જેનરના ૨.૧૮ કરોડ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ છે. ૧૦૦ મિલિયનથી વધુ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સની સૂચિમાં ફક્ત ચાર ખેલાડીઓ છે. તેમાં રોનાલ્ડો ઉપરાંત લિયોનેલ મેસી (૧૮.૭ કરોડ), બ્રાઝિલના ફુટબોલર નેમાર (૧૪.૭ કરોડ) અને હવે વિરાટ કોહલીનું નામ છે.
ભારતીય લોકોમાં, કોહલી પછી પ્રિયંકા ચોપરાના ઇન્સ્ટાગ્રામ પર ૬૦.૮ મિલિયન અથવા ૬.૦૮ કરોડ ફોલોઅર્સ છે. તેમની પાછળ શ્રદ્ધા કપૂર છે, જેમના ૫.૮ કરોડ ફોલોઅર્સ છે. દીપિકા પાદુકોણ પાસે ૫.૩૩ કરોડ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ૫.૧૨ કરોડ ફોલોઅર્સ છે. વળી, કોહલી પછી ક્રિકેટરમાં મહેન્દ્રસિંહ ધોનીના સૌથી વધુ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ છે. સચિન તેંડુલકરનું નામ છે.
વિરાટ કોહલી હાલમાં ભારતીય ક્રિકેટ ટીમ સાથે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં રમી રહ્યો છે. તે અમદાવાદમાં ચોથી ટેસ્ટ તૈયારી કરી રહ્યો છે. ભારત ચાર મેચની શ્રેણીમાં ૨-૧થી આગળ છે. છેલ્લી ટેસ્ટમાં જીત અથવા ડ્રો સાથે, તે જૂનમાં યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં પ્રવેશ કરશે.
Recent Comments