વિરા ગ્રુપ તેમજ કન્યાશાળા સુલતાનપુર દ્વારા વિશ્વ ચકલી દિવસ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
ગોંડલ દર વર્ષ ૨૦ માર્ચ એટલ વિશ્વ ચકલી દિવસ પણ ગોંડલ ના સુલતાનપુર ગામે વિરા ગ્રુપ તેમજ શ્રી કન્યાશાળા દ્વારા ચકલી દિવસ ના આગલા દિવસે એટલે ૧૯ માર્ચ વિશ્વ ચકલી દિવસ ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી સુલતાનપુર કન્યા શાળા ના પટાગણ માં વેસ્ટ વસ્તુ માંથી ચકલી ના અવનવા ડિજાઇનના માળા
નું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું તેમજ પક્ષી ના માળા થી વિધાનસભા ગૃહ, સેવ બર્ડ, જય જવાન જય કિશાન, મેડ ઈન ઇન્ડિયા, સ્વચ્છ ભારત અભિયાન,ડિજિટલ ઇન્ડિયા તેમજ ભારત નો નકશો બનાવવામાં આવ્યો હતો ને લોકો ને પક્ષી બચાવો અભિયાન નો એક સુંદર મેસેજ આપવામાં આવ્યો હતો લુપ્ત થતી ચકલી ની પ્રજાતિ ને કેમ બચાવવી તેનો એક સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમજ વિશ્વ ચકલી દિન નિમિતે ૫૬૦૦ ચકલી ના માળા નું ફ્રી માં વિતરણ પણ કરવામાં આવ્યું હતુંવિરા ગ્રુપ દ્વારા છેલ્લા ૪.વર્ષ થી પક્ષી બચાવો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અત્યાર સુધીમાં દસ હજાર પક્ષી ના માળા નું ફ્રી માં વિતરણ પણ કરેલ છે જે કાર્ય ની નોંધ ગોંડલ પૂર્વ ધારાસભ્ય, સાંસદ સભ્ય તેમજ મહાનુભાવો એ પણ વિરા ગ્રુપ ના આ સેવાકીય કાર્ય ની નોંધ લીધી તેમજ તમામ વિરા ગ્રુપ ના સભ્યો નું ગોંડલ ખાતે સન્માન પણ કરેલ હતુંવિરા ગ્રુપ ની નોંધ ઈંડિયા બુક ઓફ રેકોર્ડ, ગુજરાત બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ, ઓ. એમ. જી બુક ઓફ રેકોર્ડ, ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડ, જેવા અનેક અવૉર્ડ પણ મળેલા છેલુપ્ત થતી ચકલી ને કેમ બચાવવી તેના સૂત્રો ના બેનરો કન્યા શાળા ના મેદાન માં લગાવવામાં આવ્યા હતા ને લોકો ને ચકલી વિશે ની તમામ માહિતી આપવામાં આવી હતી આ પ્રદર્શન ને નિહાળવા સુલતાનપુર ગામ ના તેમજ આજુબાજુ ગામના લોકો બહોળી સંખ્યા માં પ્રદર્શન જોવા આવ્યા હતા વિરા ગ્રુપ નો ફક્ત હેતુ
ચકલી બચાવો અભિયાન હતું વેસ્ટ વસ્તુ માંથી બેસ્ટ ચકલી ના માળા બનાવવામા આવ્યા હતા શ્રી કન્યાશાળા ની દીકરીયું દ્વારા જુદી જુદી નૃત્ય કૃતિ ઓ કરવામાં હતી ને આવેલા મહેમાનો નું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ગોંડલ રાજકીય અગ્રણીઓ,સરપંચ,ગામ અગ્રણીઓ, ,માતાઓ બાળકો તેમજ ગ્રામજનો બહોળી સંખ્યા મા ઉપસ્થિત રહયા હતા. જેમાં માનવ મંદીર સાવરકુંડલા ના સંત શ્રી ભક્તિરામબાપુ ખાસ ઉપસ્થિત રહયા હતા તમામ પત્રકાર મિત્રો પણ ખાસ હાજર રહયા હતા પધારેલ તંમામ અગ્રણીઓ રાજકીય આગેવાનો મહેમાનો નું વિરા ગ્રુપ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ સાંજ ના ૪-૦૦ થી ૭-૦૦ કન્યા શાળા સુલતાનપુર ખાતે યોજવામાં આવ્યો હતો.જેમાં કન્યાશાળા સુલતાનપુર ના તમામ શિક્ષકગણ તેમજ વિરા ગ્રુપ ના તમામ સભ્યો એ ભારે જહેમત ઉઠાવી ને પ્રોગ્રામ ને સફળ બનાવ્યો હતો
Recent Comments