ગુજરાત

વિરોધીઓના સમયમાં સમયમાં દલાલો કટકી કરતા હતા અત્યારે જનધન ખાતા થકી લોકોને સીધા પૈસા ખાતામાં મળે છે

સીઆર પાટીલે 8 વર્ષની ઉજવણી કરવામાં આવી ત્યારે તેમણે વધુમાં જણાવ્યું કે, વિરોધીઓના સમયમાં સમયમાં દલાલો કટકી કરતા હતા અત્યારે જનધન ખાતા થકી લોકોને સીધા પૈસા ખાતામાં મળે છે 

જનધન ખાતાઓ 45 કરોડ 21 લાખ ખાતા ખોલ્યા છે વિરોધીઓ કહેતા કે જીરો બેલેન્સમાં પૈસા નથી તો શું કરશે, ખાતા ખોલતા ઉપયોગ વડાપ્રધાને કર્યો, ત્યારે વિરોધીઓના પગ તળેથી ધરતી ખસી ગઈ હતી. તેમના સમયમાં દલાલો કટકી કરતા હતા. વડાપ્રધાને જીરો બેલેન્સથી ખોલવામાં આવતા તમામ ખાતામાં અરજી કર્યા વિના વચેટીયા વિના મળે તેના માટેના પ્રયો થયા છે. આ ભ્રષ્ટાચારને નાબુદ કરવા માટેનું મોટું પગલું છે. સ્વનિધી યોજનાની 31.90 લાખ લોન મંજૂર કરી છે. વડાપ્રધાને કહ્યું હતું કે, 100 વર્ષ પહેલા મહામારીમાં લાખો લોકો મૃત્યુ પામ્યા હતા તેના કારણે ભૂખમરાને કારણે મૃત્યુ પામ્યા હતા. વડાપ્રધાને વેક્સિનની શોધ કરવાની સાથે સાથે કોઈ ભૂખ્યુ ના સૂવું તેની પણ ચિંતા કરી હતી અને 1 લાખ મેટ્રીક ટન અનાજ વિતરણ કર્યું છે. આ સૌથી મોટી ઉપલબ્ધિ છે. 
પહેલીવાર વન નેશન અને વન રેશન કાર્ડમાં 2.5 કરોડને ફાયદો થયો જેમાં 11 કરોડથી વધુ સૌચાલયોનું નિર્માણ કર્યું, લાલ કિલ્લા પરથી ટીકા કરી હતી. ત્યાકે ઘણા એ આ યોજના આ કિલ્લા પરથી જાહેર ના કરવી જોઈએ તેવી વાત પણ કરતી હતી. 

Related Posts