વાર તહેવાર, કે નેતાઓની સાફાઓ બાદ પણ શહેરને ચોક્ખું જે લોકો રાખે છે, જેની મહેનત ના જાેરે તંત્ર અને નેતાઓ સફાઈ મુદ્દે એવોર્ડ મેળવે છે તેમને મહેનતાણું ચૂકવાયું ન હોવાથી હવે આકરા પાણીએ થયા છે. ત્યારે મોડીરાત્રે પોલીસે વિરોધ દર્શાવતા સફાઈકર્મીઓની અટકાયત કરી હતી. આ ઉપરાંત સફાઈકર્મીઓએ પોલીસ સ્ટેશનમાં પણ વિરોધ દર્શાવ્યો હતો. સાથે જ સફાઈકર્મીઓને કાયમી કરવામાં આવે તેવી માગ પણ કરવામાં આવી છે. માગ ન સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી પણ સફાઈ કર્મીઓએ આપી છેનવા પશ્ચિમ ઝોનની છસ્ઝ્ર કચેરી ખાતે સફાઈકર્મીઓની હડતાળ ચાલી રહી છે. આ હડતાળના કારણે છેલ્લા ૪ દિવસથી કામકાજ બંધ છે. ત્યારે પગાર ન ચુકવાયો હોવાના કારણે બોપલ-ઘુમાના સફાઈકર્મીઓ હવે હડતાળ પર ઉતર્યા છે. જાહેર છે કે દિવસ રાત કામ કરીને જ્યારે પગાર ના મળે ત્યારે ઘર ચલાવવામાં તકલીફ પડતી હોય છે. એવામાં તહેવારો માઠા પર છે અને શહેરને સ્વચ્છ રાખતા સફાઈકર્મીઓ સાથે આ વ્યવહારના કારણે રોષ જાેવા મળી રહ્યો છે.
વિરોધ કરતા સફાઈકર્મીઓને પોલીસે અટકાયત કરતાં પોલીસ સ્ટેશનમાં વિરોધ


















Recent Comments