fbpx
બોલિવૂડ

વિવાદિત ટિપ્પણી બાદ મુકેશ ખન્ના ટ્રોલ થયા

શક્તિમાનના નામથી જાણીતા મુકેશ ખન્ના પોતાના વિવાદાસ્પદ નિવેદનના કારણે ચર્ચામાં આવી ગયા છે. તેઓ દર વખતે કંઈક એવું કરી નાખે છે કે જેના કારણે તેમને ટ્રોલ થવું પડે છે. આ વખતે મુકેશ ખન્નાએ છોકરીએને લઈને અભદ્ર ટિપ્પણી કરી છે જેના કારણે દરેક જગ્યાએ તેમને ખરુંખોટું સંભળાવામાં આવી રહ્યું છે. મુકેશ ખન્નાનું કહેવું છે કે જાે કોઈ છોકરી કોઈ છોકરાને સાથે શારીરિક સંબંધ બાંધવા માટે કહે છે તો તે ધંધો કરી રહી છે. મુકેશ ખન્નાનો સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે- જાે કોઈપણ છોકરી કોઈ છોકરાને કહે છે તે “મને તારી સાથે સેક્સ કરવાની ઈચ્છા છે” તો તે છોકરી, છોકરી નછી તે ધંધો કરી રહી છે કેમ કે આ પ્રકારની બેશરમ વાતો કોઈ સંસ્કારી સમાજની છોકરી ક્યારેય નહીં કહે. મુકેશ ખન્ના પોતાના આ વીડિયો પછી સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે. એક યુઝરે લખ્યું- જ્યારે શક્તિ અને માન બંને લીવ પર હોય. અન્ય યુઝરે લખ્યું- સારું છે કૂલ, હવે એક વીડિયો બનાવો સભ્ય સમાજનો છોકરો. તેમજ એક યુઝરે લખ્યું- છોકરાઓ વિશે કંઈના કહ્યું. યુઝરે લખ્યું- સોરી શક્તિમાન, આ વખતે તમે ખોટા હતા.

વર્કફ્રન્ટની વાત કરીએ તો મુકેશ ખન્ના પોતાના શો શક્તિમાનને લઈને ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. તેમણે ફિલ્મું ટીઝર રિલીઝ કરવાની જાહેરાત કરી દીધી છે. જાે કે, હજી સુધી તેને લઈને વધારે જાણકારી સામે નથી આવી. શક્તિમાનની સ્ટારકાસ્ટ વિશે પણ હજી કોઈ જાણકારી સામે નથી આવી. મુકેશ ખન્નાનું કહેવું છે કે આ ફિલ્મ ૩૦૦ કરોડના બજેટની સાથે બનવાની છે.

Follow Me:

Related Posts