અમરેલી

વિવિધ રાજકીય પક્ષો, ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર માટે સભા, સરઘસ, સમારંભો અને લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી મેળવવી

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સંદર્ભે વિવિધ રાજકીય પક્ષો, ઉમેદવાર તરફથી ચૂંટણી પ્રચાર માટે સભા, સરઘસ અને લાઉડ સ્પીકર વગાડવાની તથા ધાર્મિક ઉત્સવો, સામાજિક સમારંભો માટેની મંજૂરી સંબંધિત સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ-વ-નાયબ કલેકટરશ્રી પાસે અરજી રજૂ કરવાની રહે છે. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ-વ-નાયબ કલેકટરશ્રીને રજૂ કરવામાં આવતી અરજી પર તારીખ અને સમયની નોંધ કરવામાં આવશે, તે મુજબ પ્રાયોરીટી રજિસ્ટર તૈયાર કરવામાં આવશે. રજૂ કરવામાં આવેલી અરજીને નિયમોની જોગવાઇ હેઠળ તપાસ કરવામાં આવશે, આવી અરજીઓને પ્રાયોરિટી મુજબ મંજૂરી આપવામાં આવશે. આવા તમામ કાર્યક્રમોના આરંભથી અંત સુધી  વિડિયોગ્રાફી અચૂક કરવાની રહેશે. મહત્વનું છે કે, લગ્નનાં વરઘોડા કે સ્મશાન યાત્રા માટે આ પરવાનગી મેળવવાની રહેતી નથી, તેમ અમરેલી જિલ્લા અધિક મેજિસ્ટ્રેટે એક અખબારી યાદીમાં જણાવ્યુ છે.

Related Posts