વિવિધ સહાય યોજનાનો લાભ લેવા ઈચ્છતા ખેડૂત મિત્રો માટે ઓનલાઈન અરજી કરવા આગામી 18 જુનથીઆઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાશે
ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. આ પોર્ટલ મારફત સને 2024-25 માટે સ્માર્ટફોન પર સહાય યોજના,પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના, પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજના સહિતની યોજનાઓ માટે ખેડૂત અરજીઓ કરી શકે છે.રાજ્ય સરકારશ્રી દ્વારા સને 2024-25 માટે આઈ-ખેડૂત પોર્ટલ તા. 18/06/2024ના રોજ સવારે 10.30 કલાકથી 7 દિવસ સુધી ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લુ મુકવામાં આવશે.આ યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છતા ખેડૂત મિત્રોએ અરજી કરવા તેમજ વધુ માહિતી માટે તાલુકાના વિસ્તરણ અધિકારીશ્રી-ખેતી તથા આપના ગામના ગ્રામસેવકશ્રીનો સંપર્ક કરવા ભાવનગર જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા જણાવાયુ છે.
Recent Comments