વિવિધ સેવાકીય સંસ્થા સંચાલિત કૈલાસ મુકિતધામ સ્મશાનમાં તાત્કાલિક અગ્નિસંસ્કારની ભઠ્ઠી માટે દાન દેવા અપીલ
અમરેલીના કૈલાસ મુકિતધામ સ્મશાનમાં અગ્નિસંસ્કાર માટેની અતિ આધુનિક ભઠ્ઠી માટે ૪૦,૦૦,૦૦૦ ( ચાલીસ લાખ ) ની જરૂરિયાત છે . વિવિધ સેવાકીય સંસ્થાના ખાતા નંબર –૨૯૩૦૦૨૦૧૭૩૫૯ , આઈ.એફ.સી. કોડ- GSCB0AMR001 , મધ્યસ્થ બેંકમાં યથા શકિત દાન આપીને અગ્નિ સંસ્કારના પવિત્ર કાર્યમાં સહયોગ આપવા ડાયનેમિક ગૃપની દાતાઓને અપીલ . લોકપ્રતિનિધિઓ , દાતાશ્રીઓ , ઉદ્યોગપતિઓ , વેપારીઓ , સ્વૈચ્છીક સંસ્થાઓ સૌ સાથે મળીને કૈલાસ મુકિતધામ સ્મશાનમાં તાત્કાલિક ભઠ્ઠીની સુવિધા ઉપલબ્ધ કરાવે તે વર્તમાન સ્થિતી માં અત્યંત જરૂરી છે – હરેશ બાવીશી , પ્રમુખ ડાયનેમિક ગૃપ – અમરેલી . વિવિધ સેવાકીય સંસ્થા સંચાલિત કૈલાસ મુકિતધામ સ્મશાનમાં વર્તમાન સમયે રોજની ૨૦ ( વીસ ) ડેડબોડી અગ્નિસંસ્કાર માટે આવે છે . તથા સામાન્ય પરિસ્થિતીમાં પણ વર્ષ દરમિયાન સૌથી વધુ શબના અગ્નિસંસ્કાર અમરેલીના હાર્દ સમા કૈલાસ મુકિતધામ સ્મશાનમાં થાય છે ત્યારે પ્રવર્તમાન કોરોના મહામારી ને જોતા ગેસ આધારિત ઓટોમેટીક ભઠ્ઠીની સુવિધા ઉપલબ્ધ થાય તે અત્યંત જરૂરી જ નહી પરંતુ આવશ્યક છે ત્યારે અતિ આધુનિક અગ્નિસંસ્કાર ભટ્ટી માટે રૂા . ૪૦,૦૦,૦૦૦ | – ( ચાલીસ ) લાખની જરૂરિયાત છે ત્યારે અમરેલીના વતનપ્રેમી દાતાશ્રીઓ , ઉદ્યોગપતિશ્રીઓ , વેપારીઓ , ધાર્મિક સામાજિક સંસ્થાઓ અને આગેવાનો સૌ કોઈ વિવિધ સેવાકીય સંસ્થાનું અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી , સ્થિત કરન્ટ એકાઉન્ટ નંબર -૬૯૩00૨૦૧૭૩૫૯ , આઈ.એફ.સી. કોડ- GSCB0AMR001 માં દાનની રકમ જમા કરાવીને અગ્નિસંસ્કારના પવિત્ર કાર્યમાં સહયોગ આપવા ડાયનેમિક ગૃપ – અમરેલીએ જાહેર અપીલ કરી છે
Recent Comments