fbpx
અમરેલી

વિવેકપંથી બનો નો સદેશ. સુરત ૪૦ સોસાયટી માં કકળાટ કાઢવા ચોરા ચાવડી ઉપર ફેંકવા માં આવેલ એક ટન થી વધુ વડા થેપલા એકત્રિત કરાયા ઉત્તમ ધનધાન દાળ તેલ માંથી બનેલા વડા થેપલા ફેંકવા થી કકળાટ જતો હશે ? તો રશિયા યુક્રેન – ઇઝરાયલ હમાસ માં ફેંકવા જોઈ એ. રિવાજ પરંપરા જે હોય તે પણ જરૂરિયાતમંદ ની જઠરાગ્નિ તુપ્ત કરાય તો

સુરત આજરોજ તા.૧૧/૧૧/૨૩ ના રોજ કાળી ચૌદસ એટલે સાંજ ના સમયે દરેક ચોરા ચાવડી ચોક ઉપર વડા થેપલા કકળાટ કાઢવા ના નામે ફેકવામા આવેછે  ઉત્તમ પ્રકાર ની વિવિધ ખાદ્ય દાળ ધન ધાન તેલ માંથી બનતા વડા થેપલા કકળાટ કાઢવા માટે ફેંકાયા હતા આ વડા યોગ્ય જગ્યા એ પહોંચાડવા દર વર્ષે ભગવતીકૃપા સોસાયટી  ની ટીમ તેમજ મા વિવેક પંથી ઓ  મિત્ર મંડપ  દ્વારા  સુરત શહેર ના વરાછા  યોગીચોક ની ૪૦  સોસાયટી  ઓના ચોક વિસ્તાર મા અન્નનો બગાડ ન થાય તેમજ સ્વસ્થા જળવાઈ રહે એ હેતુસર તેમજ  એક ટન જેટલો રાંધેલો ખોરાક  મૂંગા પશુઓ ને મા અન્નપૂર્ણા  ની પ્રસાદ સમજીને પીરસવામા આવેછે એક આપણી જુની પરંપરા મુજબ સાલે છે

એ વીધી કર્યા બાદ અમારી પુરી ટીમ વડા થેપલા વીણી અબોલ જીવો ને યોગ્ય માત્રા માં વિવેક પૂર્વક આપે છે અને એક સંદેશ આપે છે કે  આવનારી પેઢીઓ ને એક અંધશ્રદ્ધા માંથી ભયમુક્ત રહેવા શીખ આપે છે  રિવાજ પરંપરા શ્રદ્ધા વિશ્વાસ જે કહો વતે પણ ઉત્તમ પ્રકાર ના તેલ ધનધાન દાળ માંથી બનાવેલ  ટન મોઢે અન્ન નો  આવો અનાદર કેમ ? આવી રીતે  કકળાટ નીકળતો હશે ? તો ઇઝરાયલ હમાસ રશિયા યુક્રેન માં વડા થેપલા ફેંકવા મોકલવા જોઈ એ આજે પાચ વર્ષ થી આ કાર્યક્રમ યોજાય છે હવે હજારો પરીવાર આ કાર્યક્રમ મા સહમત અને સહયોગ આપે છે  દરેક પરીવાર દરેક સમાજ  કોઇપણ ડર વગર જાગો અને અન્ન નો બગાડ થતો અટકાવો અને સ્વસ્થા પણ જળવાઈ રહે જય મા અન્નપૂર્ણા સાથે સાતત્ય પૂર્ણ હદયસ્પર્શી સદેશ સાથે વિવેક પંથી ટીમ ના મિત્રો નું મનવંદન કાર્ય છે

Follow Me:

Related Posts