fbpx
ભાવનગર

વિવેકાનંદ શીલા સ્મારક રાષ્ટ્રાર્પણ દિને પાલિતાણામાંભારત અને ભારતીયની ઉન્નતિ માટે સમયદાનનો સંકલ્પ


       એક ભારત વિજયી ભારત સંપર્ક કાર્ય સમાપન સમારોહમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત પ્રબુદ્ધજનોને સંબોધન કરતાં વિવેકાનંદ કેન્દ્ર ગુજરાત પ્રાંત સંપર્ક પ્રમુખ નલિનભાઈ પંડ્યાએ આત્મીય સંપર્ક, ગ્રંથીમુક્ત સંવાદ અને નિઃસ્વાર્થ સહયોગથી અસંભવ કાર્ય કેવી રીતે સંભવ બને તેનું જીવંત ઉદાહરણ રાષ્ટ્રીય સ્મારક – વિવેકાનંદ શીલા સ્મારક અને તેના નિર્માતા ઍકનાથજી રાનડેનું જીવન છે તેમ જણાવેલ. સમારોહના મુખ્ય વક્તા મધ્યપ્રાંત સંગઠક રચનાબહેન જાનીએ અશાંત અને અરાજક જગતમાં શાંતી અને સલામતીને સ્થાયી બનાવવામાં સનાતન ધર્મનાં સિદ્ધાંતોની પ્રસંગિકતા અને સનાતનીઓના સામૂહિક પ્રયાસની જરૂરીયાત અંગે ઉદાહરણ સાથે વિગતે જણાવેલ. ‘મેકોલો શિક્ષણથી ભારત અને ભારતીયતાને યોજનાબદ્ધ રીતે નામશેષ કરાયા પણ ઈશ્વરીય યોજના અંતર્ગત ઇ.સ. 1836 માં જ કે જે વર્ષે મેકોલોએ પોતાના ષડયંત્રનો આધાર એવી એજ્યુકેશન મિનિટ્સ રજુ કરી તે જ વર્ષે શ્રીરામકૃષ્ણ પરમહંસનો જન્મ સનાતન ધર્મ રક્ષા હેતુ થયો. ભારતની રાજકીય સ્વતંત્રતાના શતાબ્દી વર્ષ પહેલાં મેકોલો માનસ, પધ્ધતિ, વ્યવસ્થા અને વ્યહવાર ત્યાગી સંપૂર્ણ રીતે ભારતીય વિચાર આધારિત પધ્ધતિ તંત્ર અને વ્યવસ્થા જીવનના દરેક ક્ષેત્રમાં ચેતનવંતા કરવા માટે આપણે એક બની પ્રબળ કર્મયોગ આદરીએ. આ માટે સદ્કાર્ય – રાષ્ટ્રકાર્ય હેતુ નિશ્ચિત સમયદાનનો સંકલ્પ સ્વરાજ અમૃત પર્વ નિમિત્તે કરીએ’ – તેવો હૃદયસ્પર્શી અનુરોધ ગુજરાત પ્રાંત પ્રમુખ નરેન્દ્ર ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યો. સુવ્યવસ્થિત અને સાદગીપૂર્ણ સમારોહ અંગે સહભાગીઓએ પ્રસન્નતા પ્રગટ કરી.Attachments area

Follow Me:

Related Posts