fbpx
બોલિવૂડ

વિવેક અગ્નિહોત્રીએ ‘ધ વેક્સીન વોર’નું ફર્સ્ટ લૂક પોસ્ટર કર્યું રિલીઝ‘ધ વેક્સીન વોર’નું સોન્ગ ન્યુયોર્કના ટાઈમ્સ સ્ક્વેરમાં લોન્ચ થયું

હાલમાં વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત અપકમિંગ ફિલ્મ ‘ધ વેક્સીન વોર‘ (્‌રી ફટ્ઠષ્ઠષ્ઠૈહી ઉટ્ઠિ) ચર્ચામાં છે. આ ફિલ્મના નિર્માતાઓએ હાલમાં જ ઈન્ડિયા ફોર હ્યુમેનિટી ટૂરના ભાગરૂપે યુએસએમાં સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ પછી હવે દર્શકોમાં ‘ધ વેક્સીન વોર’ને લઈને ઉત્સુકતા જાેવા મળી રહી છે. આવામાં હવે વિવેક અગ્નિહોત્રીએ ફેન્સનો ઉત્સાહ વધારવા માટે ફિલ્મનું ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કર્યું છે. વિવેક અગ્નિહોત્રીએ સોશિયલ મીડિયા પર ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ કરતાં કેપ્શનમાં લખ્યું, “પ્રસ્તુતિ – ભારતની પ્રથમ બાયો-સાયન્સ ફિલ્મ ધ વેક્સીન વોરનો પર પહેલી નજર, ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ વિશ્વભરમાં રિલીઝ થશે.” પોસ્ટરના ફર્સ્ટ લૂકમાં ફિલ્મની સ્ટાર કાસ્ટની એક ઝલક બતાવવામાં આવી હતી, જેમાં અનુપમ ખેર, નાના પાટેકર, રાયમા સેન, પલ્લવી જાેશી, સપ્તમી ગૌડા, નિવેદિતા ભટ્ટાચાર્ય, ગિરિજા ઓક ગોડબોલે અને મોહન કપૂરનો જાેવા મળે છે.

પોસ્ટરમાં ચિંતાજનક પરિસ્થિતિ રજૂ કરવામાં આવી છે, જેમાં કલાકારોએ તણાવપૂર્ણ સ્થિતિને પ્રદર્શિત કરી છે. સપ્તમી ગૌડાએ ડોક્ટરનો કોટ પહેર્યો છે, જે એક મોટો સંકેત આપે છે કે તે ‘ધ વેક્સીન વોર’માં ક્યા રોલમાં હશે. બીજી તરફ રાયમા સેન સાડીમાં જાેવા મળી હતી. પોસ્ટરમાં એક નર્સ સાથે એક કોવિડ-૧૯ રસીની બોટલ પણ બતાવવામાં આવી હતી, જેણે ફેસ માસ્ક પહેર્યું છે અને તેના હાથમાં ટ્રે પકડી છે. સમગ્ર દુનિયામાં ભારતીય વૈજ્ઞાનિકોનું સન્માન કરવાનું ધ્યાનમાં રાખીને ધ વેક્સીન વોરની શરૂઆત ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરમાં ગીત લોન્ચ સાથે થાય છે. આ સાથે વિવેક અગ્નિહોત્રી અને પલ્લવી જાેશીની ફિલ્મ ઈતિહાસ રચનારી પહેલી ફિલ્મ બની ગઈ છે. આ ભારતની પ્રથમ બાયો-સાયન્સ ફિલ્મ છે, જેમાં ભારત બાયોટેક અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા કો-વેક્સિન (ર્ઝ્રંફછઠૈંદ્ગ) બનાવવાની સફર બતાવવામાં આવશે. આ ફિલ્મમાં પલ્લવી જાેશી, અનુપમ ખેર, નાના પાટેકર અને રાયમા સેન લીડ રોલમાં છે અને તે ૨૮ સપ્ટેમ્બરે થિયેટરોમાં આવશે. પલ્લવી તેના પતિ વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત આ ફિલ્મની નિર્માતા છે.

Follow Me:

Related Posts