બોલિવૂડ

વિવેક અગ્નિહોત્રીના આરોપ બાદ બહિષ્કારની માગ ઉઠી

હાલમાં જ વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ રીલિઝ થઈ હતી. જે બાદ વિવેક અગ્નિહોત્રીએ કપિલ શર્માના શો અને તેની ટીમ પર આરોપ લગાવ્યો હતો કે તેણે અગ્નિહોત્રીની ફિલ્મની ટીમને શોમાં આમંત્રિત કરવાની ના પાડી દીધી હતી. આ સમાચાર પર ઘણા લોકોની સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ આવી હતી. ’ધ કપિલ શર્મા શો’નો બહિષ્કાર કરવા માટે લોકો કપિલ વિરુદ્ધ પણ બોલવા લાગ્યા હતા.ત્યારબાદ કપિલે આ મામલે મૌન જાળવવું વધુ સારું માન્યુ હતુ. પરંતુ હવે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ એક્ટર અનુપમ ખેરે આ મામલે ખુલાસો કર્યો છે. અનુપમ ખેરે જણાવ્યું કે કપિલે તેને ફિલ્મના પ્રમોશન માટે ‘ધ કપિલ શર્મા શો’ શોમાં બોલાવ્યો હતો. અનુપમ ખેરની આ કબૂલાત સાંભળીને કપિલ સ્તબ્ધ થઈ ગયો અને તેણે આ અંગે ટિ્‌વટ પણ કર્યુ છે.

અનુપમ ખેર એક શોમાં દેખાયા હતા જ્યાં તેમને એન્કર દ્વારા પૂછવામાં આવ્યું હતું- ‘ધ કપિલ શર્મા શો એક કોમેડી શો છે, શું તમને લાગે છે કે ચર્ચા કરવા માટે આટલો ઊંડો મુદ્દો છે ?’ આ અંગે અનુપમ ખેરે સ્પષ્ટતા કરી હતી.તેણે કહ્યુ કે , ‘હું પ્રમાણિક કહું છું, મારે અહીં કહેવું જાેઈએ કે મને કપિલ તરફથી ફોન આવ્યો હતો.લગભગ બે મહિના પહેલાની આ વાત છે. તેણે કહ્યું હતું કે તમે આવો,તેથી ફિલ્મના પ્રમોશન માટે તેણે આમંત્રણ આપ્યુ હતુ.વધુમાં કહ્યુ કે, તે એક ફની શો છે, જે કરવું ખૂબ મુશ્કેલ છે. જ્યારે પ્રશંસકોએ વિવેક અગ્નિહોત્રીને ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ વિશે સૂચન કર્યું હતું કે તેણે પોતાની ફિલ્મનું પ્રમોશન કરવું જાેઈએ અને કપિલના શોમાં જવું જાેઈએ, ત્યારે ફિલ્મ નિર્માતાએ કપિલના શો પર આરોપ લગાવ્યા હતા.જે બાદ વિવાદ વણસ્યો હતો.

Follow Me:

Related Posts