fbpx
બોલિવૂડ

વિવેક અગ્નિહોત્રીની જાહેરાત : આ રમખાણો પર આધારિત બનાવશે ‘ધ દિલ્હી ફાઈલ્સ’ ફિલ્મ

વિવેક અગ્નિહોત્રી 2020 ના દિલ્હી રમખાણો પર નહીં પરંતુ આ રમખાણો પર ‘ધ દિલ્હી ફાઇલ્સ’ બનાવશે

ટૂંક સમયમાં જ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ બનાવીને ફેમસ થઈ ગયેલા ફિલ્મ દિગ્દર્શક વિવેક રંજન અગ્નિહોત્રીએ હવે પોતાની નવી ફિલ્મ ‘દિલ્હી ફાઇલ્સ’ કઈ ઘટના પર આધારિત હશે, તે વિષે જાહેરાત કરી દીધી છે. આ મામલે લોકોને એવું લાગતું હતું કે, વિવેક અગ્નિહોત્રી 2020 માં દિલ્હીમાં થયેલા રમખાણો પર આ ફિલ્મ બનાવશે, પણ એવું નથી, આ ફિલ્મમાં શું પ્રદર્શિત કરવામાં આવશે તેના પર વિવેક અગ્નિહોત્રીએ સસ્પેન્સ હટાવી દીધું છે. ફિલ્મ દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીએ રવિવારના રોજ પોતાની આગામી ફિલ્મ ‘ધ દિલ્હી ફાઇલ્સ’ બાબતે વિગતવાર જાણકારી આપી છે. તેમણે કહ્યું કે ફિલ્મ વર્ષ 1984ના કાળા અધ્યાય બાબતે છે અને એટલું જ નહીં, તામિલનાડુ બાબતે પણ ઘણું બધુ બતાવવામાં આવેલ છે.

વિવેક અગ્નિહોત્રીએ ન્યૂઝ અજન્સી ANI સાથે વાતચીત કરતા જણાવ્યું, કે વર્ષ 1984 માં ભારતીય ઇતિહાસનો કાળો અધ્યાય છુપાયેલો છે. જે રીતે આખા પંજાબમાં આતંકવાદની સ્થિતિ સંભાળવામાં આવી, જે અમાનવીય હતી. તે માત્ર ને માત્ર વોટ બેંકની રાજનીતિ માટે હતું અને એટલે પંજાબમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા આતંકવાદની ખેતી કરવામાં આવી. પહેલા તેને બનાવ્યો, પછી તેને નષ્ટ કરી દીધો, ત્યારબાદ તેમણે ઘણા નિર્દોષ લોકોને મોતને ઘાટ પણ ઉતારી દીધા અને ત્યારબાદ સમગ્ર પ્રકરણ ઢાંકી દીધું હતું. આજ સુધી લોકોને તે મામલે ન્યાય મળ્યો નથી. તેનાથી ખરાબ શું હોઈ શકે?

વિવેક અગ્નિહોત્રીએ કહ્યું કે જો આ બાબતે લોકોને ઇતિહાસ ભણાવવામાં આવશે અને તથ્ય કહેવામાં આવશે તો લોકો સ્ટેન્ડ લેશે અને ન્યાયની માંગણી કરશે. ‘ધ દિલ્હી ફાઇલ્સ’ માં દર્શકોને તામિલનાડુ બાબતે પણ ઘણી બધી હકીકતો બતાવવામાં આવશે અને તે દિલ્હી બાબતે નથી. તેમણે દેખાડ્યું કે કઈ રીતે દિલ્હી આટલા વર્ષોથી ‘ભારત’ને નષ્ટ કરી રહી છે. મુઘલોથી લઈને અંગ્રેજો સુધી ત્યારબાદ આધુનિક સમય સુધી દિલ્હી પર શાસન કરનારાઓએ સંપૂર્ણ નષ્ટ કરી દીધું. ભારતમાં આ લોકો પોતાના આખ્યાન કે પોતાના રાજનૈતિક એજન્ડાના આધાર પર ઇતિહાસ લખે છે જ્યારે તે સાક્ષી અને સત્ય ઘટના પર આધારિત હોવા જોઈએ.

વિવેક અગ્નિહોત્રીએ કહ્યું કે ભારતનો રાજનૈતિક એજન્ડા ખાસ કરીને પશ્ચિમી ધર્મનિરપેક્ષ એજન્ડા રહ્યો છે. મહાન હિન્દુ સભ્યતાની હંમેશાં ઉપેક્ષા કરવામાં આવે છે અને એમ માનવામાં આવે છે કે અમે નબળા લોકો છીએ. આપણે જે કંઈ પણ શીખ્યું છે તે પશ્ચિમી શાસકો કે આક્રમણકારીઓ પાસેથી શીખ્યું છે છે. તાજેતરમાં જ વિવેક અગ્નિહોત્રીએ 15 એપ્રિલે જાહેરાત કરી હતી કે તેઓ વહેલી તકે પોતાના આગામી પ્રોજેક્ટ ‘ધ દિલ્હી ફાઇલ્સ’ પર કામ શરૂ કરવાના છે. વિવેક અગ્નિહોત્રીએ પોતાના ટ્વીટર હેન્ડલ પરથી ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જોનારા તમામ લોકોનો આભાર માન્યો હતો અને કહ્યું કે હવે મારા માટે એક નવી ફિલ્મ પર કામ કરવાનો સમય છે. અને તેના પર હું હાલ કામગીરી કરી રહ્યો છું.

Follow Me:

Related Posts