fbpx
બોલિવૂડ

વિવેક અગ્નિહોત્રી પર કોંગ્રેસ નેતાએ કર્યા પ્રહાર, કહ્યુ હવે બનશે ‘માફી ફાઈલ્સ’

બોલિવૂડ ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીની મુશ્કેલી ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી હાઈકોર્ટના જજ પર ટિપ્પણી કરતા દિલ્હી હાઈકોર્ટ સાથે સંબંધિત ફોજદારી અવમાનના કેસમાં મંગળવારે કોર્ટમાં હાજર થયા હતા. અગ્નિહોત્રીએ એફિડેવિટ દ્વારા તેમના નિવેદન માટે બિનશરતી માફી માંગ્યા પછી, હાઈકોર્ટે તેમને હાજર થવા કહ્યું હતું. વિવેક અગ્નિહોત્રીના માફી માંગ્યા બાદ કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેટે તેને ‘શહેરનો નવો માફીવર’નું બિરુદ આપ્યુ હતું અને એક ‘માફી ફાઈલ્સ’ બનાવવાની માંગ કરી હતી. ‘ધ કાશ્મિર ફાઈલ્સ’ને આધાર રાખીને પોતાના ટિ્‌વટમાં ફિલ્મ મેકરનું નામ લીધા વિના વિનાયક પ્રહાર કર્યા હતાં. સુપ્રિયા શ્રીનેટે ટ્‌વીટ કરતા લખ્યુ છે કે, શહેરમાં નવો માફીવીર આવ્યો છે.

નફરતી ચિંટુએ હાઈકોર્ટની માફી માંગી, પછી ખબર પડી કે તેણે કોર્ટ સામે જુઠ્ઠુ પણ બોલ્યુ કે, ટ્‌વીટ તેણ ડિલીટ કરી દીધી હતી. ડિલીટ તો હકીકતમાં ટ્‌વીટરે કરી હતી. એક માફી ફાઈલ્સ પણ બનવી જાેઈએ. ફિલ્મ મેકરે ટ્‌વીટ માટે એક લેખિત માફીનામું રજૂ કર્યુ હતું, જેના પર દિલ્લી હાઈકોર્ટના વકીલે પુછ્યુ કે શું તેને વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર થવામાં કોઈ મુશ્કેલી છે. તેના વકીલે રજૂ કર્યુ કે તેણે પોતાના એફિડેવિટમાં વિવેક અગ્નિહોત્રીના વિના શર્ત માફી માંગી અને એ પણ કહ્યુ કે ન્યાયાધીશ સામેની ટ્‌વીટ હટાવી દેવામાં આવી છે. એમિકસ ક્યૂરીએ કોર્ટને જણાવ્યુ કે સબમિશન ખોટું હતું અને આ ટ્‌વીટ ટ્‌વીટરે પોતે જ હટાવી દીધી છે.

Follow Me:

Related Posts