અમરેલી

વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુની છે, પંખીની છે વનોની છે છે વનરાજી…(ઉમાશંકર જોશી) રાભડા ગામે મિલન મેરુલિયા દ્વારા સામાજિક વનીકરણ અભિયાન

દામનગર ના રાભડા ગામે સામાજિક વનીકરણ વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી,પશુની છે, પંખીની છે વનોની છે છે વનરાજી…(ઉમાશંકર જોશી)શ્રી રાભડા પ્રાથમિક શાળામાં સામાજિક વનીકરણના ભાગરૂપે ગામના બાળકોમાં પર્યાવરણ પ્રત્યે સભાનતા કેળવાય અને એક વૃક્ષ હું પણ વાવીશ.. મારું વૃક્ષ હું પણ ઉછેર કરીશ… એને હું જીવની જેમ જતન કરીશ એવી ભાવનાથી ગામના દાતા મિલિનભાઈ હિંમતભાઈ મેરુલિયા ના આર્થિક સહકારથી રોપા વિતરણ કરવામાં આવ્યા… બાળકોના ચહેરા ઉપર નો આનંદ ઈશ્વરીય આનંદ હતો.. લાઠી તાલુકા અને અમરેલી જિલ્લા શિક્ષણ વિભાગ અને સમગ્ર વન પ્રેમી જનતા દ્વારા રાભડા પ્રાથમિક શાળાના બાળકો શિક્ષકો અને દાતાને ધન્યવાદ પ્રગટ કરવામાં આવેલ..

Related Posts