વિશ્ર્વ ગ્રાહક સપ્તાહની ઉજવણી અંતર્ગત ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ સેમિનાર યોજાશે.
ભારત દેશ પણ જ્યારે ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે ત્યારે અને ડીઝીટલ ટેકનોલોજીના માધ્યમથી લોકો ઓનલાઈન ખરીદી, નેટબેંકિંગ, એટીએમ કાર્ડ, ડેબિટ-કાર્ડ, મોબાઈલ બેન્કિંગ જેવા માધ્યમોનો ઉપયોગ કરી નાણાંકીય વહેવારો કરી રહ્યા હોય ત્યારે ગ્રાહકની જાગૃતિ કે યોગ્ય સમજના અભાવે ઘણીવખત છેતરપિંડીનો શિકાર બનતાં હોય છે. આવી છેતરપિંડીથી બચવા માટે સાયબર અવેરનેસનું પૂરતું જ્ઞાન કે સમજ હોય તો આવી છેતરપિંડીથી બચી શકાય છે એ હેતુને લક્ષમા રાખીને ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલીના સહયોગથી અહીં મહિલા અધ્યાપન મંદિર ખાતે તારીખ ૧૫-૩-૨૦૨૪ ના રોજ સાંજે ૫ વાગ્યે એક જાહેર સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. તો સાવરકુંડલાના નાગરિકોએ આ સેમિનારનો બહોળી સંખ્યામાં લાભ લેવા ગ્રાહક સુરક્ષા મંડળના રમેશભાઈ હીરાણી, ડો. રવિભાઈ મહેતા, બિપીનભાઈ પાંધી, હર્ષદભાઈ જોશી, મુકેશભાઈ બુંદેલીયા, પ્રણવભાઈ જોષી, નીલેશભાઈ વાઘેલા તથા હીંમતભાઈ ભટ્ટ દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.
Recent Comments