ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા વિશ્ર્વ ગ્રાહક સુરક્ષા સપ્તાહની ઉજવણી અંતર્ગત ગતરોજ સાવરકુંડલા રેલવે સ્ટેશન ખાતે બપોરે સાડા ત્રણ આસપાસ મુલાકાત લીધી હતી અને ત્યાં ઉપસ્થિત મુસાફરોને ગ્રાહક સુરક્ષા સંબંધિત પત્રિકાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રાહક તરીકેના અધિકાર વિશે ઉપસ્થિત મુસાફરો સાથે પ્રશ્નોત્તરી કરીને મુસાફરોને સંતોષકારક જવાબ પણ આપ્યા હતાં.. રેલવે દ્વારા મળતી સુવિધાઓ અંગે પણ પૂછપરછ કરી હતી. આ તકે રેલવે સ્ટેશન પર ઉપસ્થિત લોકો દ્વારા ગ્રાહક જાગૃતિ સેમિનાર સંદર્ભે વન ટુ વન ચર્ચાઓ પણ કરી હતી.આ મુલાકાત દરમિયાન સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના હર્ષદભાઈ જોશી, શ્રધ્ધાબેન જોષી તથા પ્રણવભાઈ જોષી પણ ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાના પ્રમુખ સાથે ઉપસ્થિત રહ્યા હતા. એમ સંસ્થાના પ્રમુખ રમેશભાઈ હીરાણી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
વિશ્ર્વ ગ્રાહક સુરક્ષા સપ્તાહ અંતર્ગત ગતરોજ સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા દ્વારા રેલ્વે સ્ટેશનની મુલાકાત લેવામા આવી

Recent Comments