વિશ્વના સૌથી ઠંડા પ્રદેશ એન્ટાર્કટિકામાં સૂરજ ડુબ્યો, છ મહિના અંધારૂ રહેશે
એન્ટાર્કટિકામાં યૂરોપના કૉન્કૉર્ડિયા રિસર્ચ સ્ટેશનમાં 12 સાયન્ટિસ્ટ, એક્સપ્લોરર અને સ્ટાફ હવે આગામી છ મહિના સુધી સૂરજ જોઇ નહી શકે. કારણ કે એન્ટાર્કટિકામાં સૂર્યાસ્ત થઇ ગયો છે. આગામી છ મહિના સુધી માત્ર રાત જ રહેશે.
વિશ્વમાં દરેક જગ્યાએ સૂરજ ઉગશે પરંતુ એન્ટાર્કટિકાની તે જગ્યા પર છ મહિના માત્ર અંધારૂ જ રહેશે. જે મહિનામાં તમે ગરમીને કારણે પરસેવો વળે છે તે મહિનામાં એન્ટાર્કટિકામાં શિયાળો શરૂ થવા જઇ રહ્યો છે.
આ ચાર મહિનાની ઠંડી આ વૈજ્ઞાનિકો માટે કોઇ ભેટથી ઓછી નથી. આ હવામાનમાં એન્ટાર્કટિકામાં સૌથી વધુ રિસર્ચ કરવામાં આવે છે, શોધ કરવામાં આવે છે. આગામી છ મહિના સુધી યૂરોપિયન સ્પેસ એજન્સી અને તેની સાથે જોડાયેલી સંસ્થાઓને વૈજ્ઞાનિક સુધી અલગ અલગ રીતના રિસર્ચ કરશે. 12 મે 2022માં એન્ટાર્કટિકામાં આ વર્ષના અંતે સૂર્યાસ્ત જોવા મળ્યો હતો. હવે અંધારૂ થતા કૉન્કૉર્ડિયા રિસર્ચ સ્ટેશનની આસપાસ તાપમાન માઇનસ 80 ડિગ્રી સેલ્સિયસ જતુ રહે છે.
હવે આ છ મહિના ના તો એન્ટાર્કટિકાથી કોઇ બહાર નીકળશે અને ના તો કોઇ બહારથી ત્યા જશે. કોઇ ઉડાન એન્ટાર્કટિકા માટે નહી હોય. એટલે કે કોઇ ખાવા પીવાનો સામાન પણ નહી જાય. અત્યાર સુધી જે સામાન ગયો તેના સહારે જ 12 લોકો પોતાનું જીવન વિતાવશે.
Recent Comments