ભારતે ફરી એકવાર લિડરશીપને લઈને દુનિયાને ચોંકાવી દીધી છે. ભારતીય પીએમ નરેન્દ્ર મોદી લિડરશીપ મામલે દેશ દુનિયાના તમામ નેતાઓને પાછળ છોડીને ટોપ પર પોતાની ધાક જમાવી છે. મોર્નિંગ કન્સલ્ટના ગ્લોબલ લીડર એપ્રુવલ સર્વેમાં પીએમ મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે. જેના રેટિંગની વાત કરીએ તો પીએમ મોદીને ૭૬ પોપ્યુલારીટીમાં ૭૬ % ટકા રેટિંગ મળ્યું છે જે વિશ્વના કોઈપણ નેતા કરતા વધુ છે. સ્વિત્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ એલેન બેર્સેટ આ લિસ્ટમાં બીજા સ્થાને છે, જેઓ પીએમ મોદીથી ૧૨% નીચે છે.તેમજ આ યાદીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બિડેન સાતમા સ્થાને છે. જેમણે ૪૦% રેટિંગ મળ્યું છે. તાજેતરના આવા સર્વેમાં પીએમ મોદી છેલ્લા કેટલાક વર્ષોથી સતત આ યાદીમાં ટોચ પર છે.
પીએમ મોદીએ તાજેતરમાં વિશ્વના ઘણા દેશોની મુલાકાત લીધી છે જ્યાં તેમને વૈશ્વિક નેતાઓમાં ઘણું સન્માન મળ્યું છે. હાલમાં જ પૂર્ણ થયેલ ય્૨૦ સમિટ બાદ ઁસ્ મોદીના નેતૃત્વ અને ભારતની સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઈ રહી છે. તેમાં ભાગ લેવા આવેલા વિશ્વ નેતાઓએ રશિયા-યુક્રેન યુદ્ધ સહિત અન્ય વૈશ્વિક સમસ્યાઓ પર સંયુક્ત સહમતિ અને નિવેદન પણ બહાર પાડ્યું હતું. જેના કારણે સમગ્ર વિશ્વમાં પીએમ મોદીના નેતૃત્વની ચર્ચા થઈ રહી છે. ટોપ રેટિંગ નેતાઓની યાદી પર જ જાે નજર કરીએ તો.. ભારતના વડાપ્રધાન મોદી ૭૬%, લોપેઝ ઓબ્રાડોર – ૬૧%, લુલા દા સિલ્વા – ૪૯%, અલ્બેનીઝ – ૪૮%, મેલોની – ૪૨%, બિડેન – ૪૦%, સાંચેઝ – ૩૯%, ટ્રૂડો – ૩૭%, સુનક – ૨૭%, સ્કોલ્ઝ – ૨૫% અને મેક્રોન – ૨૪%… ૬ થી ૧૨ સપ્ટેમ્બર (૨૦૨૩) વચ્ચે એકત્રિત કરવામાં આવેલા ડેટામાં, ઁસ્ મોદીનું નામંજૂર રેટિંગ પણ વિશ્વમાં સૌથી ઓછું છે (માત્ર ૧૮%). જ્યારે યાદીના ટોચના ૧૦ નેતાઓમાં, કેનેડાના જસ્ટિન ટુડુનું નામ સૌથી વધુ ૫૮% છે. નામંજૂર રેટિંગ એ આંકડો છે
જેમાં સર્વેમાં સામેલ લોકો નેતાઓને નકારે છે અથવા નાપસંદ કરે છે. મોર્નિંગ કન્સલ્ટ એ રાજકીય ગુપ્તચર સંશોધન પેઢી છે. વિશ્વભરના ૨૨ નેતાઓ પર એક સર્વે કરવામાં આવ્યો હતો. આમાં, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂ સિઓક-યુલ અને ચેક રિપબ્લિકના રાષ્ટ્રપતિ પેટ્ર પાવેલની મંજૂરી રેટિંગ સૌથી ઓછી છે, માત્ર ૨૦%. તાજેતરના આવા સર્વેમાં પીએમ મોદી છેલ્લા કેટલાક વર્ષોથી સતત આ યાદીમાં ટોચ પર છે. પીએમ મોદીએ તાજેતરમાં વિશ્વના ઘણા દેશોની મુલાકાત લીધી છે જ્યાં તેમને વૈશ્વિક નેતાઓમાં ઘણું સન્માન મળ્યું છે. હાલમાં જ પૂર્ણ થયેલ ય્૨૦ સમિટ બાદ ઁસ્ મોદીના નેતૃત્વ અને ભારતની સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઈ રહી છે. તેમાં ભાગ લેવા આવેલા વિશ્વ નેતાઓએ રશિયા-યુક્રેન યુદ્ધ સહિત અન્ય વૈશ્વિક સમસ્યાઓ પર સંયુક્ત સહમતિ અને નિવેદન પણ બહાર પાડ્યું હતું. જેના કારણે સમગ્ર વિશ્વમાં પીએમ મોદીના નેતૃત્વની ચર્ચા થઈ રહી છે.
Recent Comments