વિશ્વના ૧૧૩ દેશએ ભારતીય રસીના પ્રમાણપત્રને આપી માન્યતા

ભારત બાયોટેકને વિયેતનામના દૂતાવાસ દ્વારા સહકાર, પુરવઠા અને ટેક્નોલોજી ટ્રાન્સફરની શક્યતાઓ અંગે ચર્ચા કરવા નેશનલ એસેમ્બલીના પ્રમુખ સાથે વન-ઓન-વન મીટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે, સીરમ લાઇફ સાયન્સ તરફથી ૫૦ મિલિયન પાઉન્ડ (રૂ. ૫.૦૭ બિલિયન)નું દાન મળતા પૂનાવાલા વેક્સિન રિસર્ચ બિલ્ડિંગની સ્થાપના કરવાની યોજના જાહેર કરી છે. યુનિવર્સિટીએ બુધવારે કહ્યું કે સીરમ લાઇફ સાયન્સની સંપૂર્ણ માલિકી પૂનાવાલા પરિવારની છે. આ પરિવાર અદાર પૂનાવાલાની આગેવાની હેઠળની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાની માલિકી ધરાવે છે. સૂચિત સંશોધન સુવિધા રસીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરશે.કેન્દ્ર સરકારે ગુરુવારે કહ્યું કે વિશ્વના ૧૧૩ દેશ એ ભારતના કોવિડ રસીકરણ પ્રમાણપત્રને માન્યતા આપે છે. આમાંના ઘણા દેશોએ રસીકરણ પ્રમાણપત્રોની પરસ્પર માન્યતા માટે ભારત સાથે કરાર કર્યા છે, જ્યારે બાકીના લોકો કે જેમણે રસીના બન્ને ડોઝ લઈ લીધા છે, તેઓ જે તે દેશના પ્રોટોકોલનું પાલન કરે છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં કહ્યું કે સરકાર ભારતીય નાગરિકોની વિદેશ યાત્રા વધુ સરળ અને સુવિધાયુક્ત બનાવવા માંગે છે. જાે કે કેટલાક દેશમાં ક્વોરન્ટાઈન અને પ્રવેશ અંગેની શરતો અડચણરુપ છે. તેમણે કહ્યુ કે “તાજેતરના મહિનાઓમાં, અમે કામદારો, વ્યાવસાયિકો, વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓ, પ્રવાસીઓ અને પરિવાર સાથે મુસાફરી કરતા લોકોની સુવિધા પર અમારી કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે,” આનું એક મહત્વનું પાસું રસીકરણ અને રસીના પ્રમાણપત્રની માન્યતા સાથે સંબંધિત છે. હૈદરાબાદ સ્થિત બાયોટેકનોલોજી કંપની ભારત બાયોટેકએ જાહેરાત કરી છે કે તે વિયેતનામને કોરોનાવાયરસ રસી કોવેક્સિનના બે લાખ ડોઝ વિનામૂલ્યે આપશે. આ જાહેરાત ભારત બાયોટેકના જાેઈન્ટ મેનેજિંગ ડિરેક્ટરે અહીં વિયેતનામના સમાજવાદી પ્રજાસત્તાકની નેશનલ એસેમ્બલીના પ્રમુખ વુંગ દિન્હ હ્યુ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કરી હતી.
Recent Comments