વિશ્વની સૌથી ઊંચી આંબેડકરની પ્રતિમાનું હૈદરાબાદમાં અનાવરણ કરાયું, પ્રકાશ આંબેડકર પણ રહ્યા હાજર
તેલંગણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે હૈદરાબાદમાં ડૉ.બી.આર.આંબેડકરની જયંતિના અવસર પર તેમની ૧૨૫ ફુટની પ્રતિમાનું અનાવરણ કર્યું છે. આ અવસર પર ડૉ.બી.આર. આંબેડકરના પ્રપૌત્ર અને વંચિત બહુજન અઘાડીના અધ્યક્ષ પ્રકાશ આંબેડકર પણ હાજર રહ્યા હતા. આંબેડકરની પ્રતિમાના અનાવરણ પર હેલીકોપ્ટરથી ફુલોનો વરસાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રતિમા તેલંગણાના સચિવાલયની બાજૂમાં આવેલી છે. આ અગાઉ કેસીઆરે કહ્યું હતું કે, રાજ્ય સચિવાલયની બાજૂમાં આવેલી આંબેડકરની પ્રતિમા ભારતમાં તેમની સૌથી ઊંચી પ્રતિમા હશે અને તે દરરોજ લોકોને આ પ્રશાસનને પ્રેરણા આપશે. મુખ્યમંત્રીએ કહ્યું કે,
આંબેડકરની ભારતની સૌથી ઊંચી પ્રતિમા, જે રાજ્યના સચિવાલયની બાજૂમાં બુદ્ધ પ્રતિમાની સામે અને તેલંગણા શહીદ સ્મારકની બાજૂમાં આવેલી છે. તેમણે મંત્રીઓ અને અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યા હતા કે, આંબેડકરની પ્રતિમાનું અનાવરણ ભવ્ય રીતે થવું જાેઈએ અને સમગ્ર તેલંગણાના લોકો અને દેશ આ અવસરને મોટા પાયે મનાવે છે. કેસીઆરે જ્યારે આ પ્રતિમા લગાવવાનો ર્નિણય કર્યો ત્યારે ટેકનિક અને તેના નિર્માણને અંતિમ રુપ આપવામાં લગભગ બે વર્ષ જેટલો સમય લાગી ગયો. આટલો મોટો પ્રયાસ કરવા બદલ ૯૮ વર્ષિય મૂર્તિકાર રામવનજી સુતારના વખાણ કર્યા હતા. સરકાર પદ્મ ભૂષણથી સન્માનિત સુતારને આમંત્રિત કર્યા હતા અને તેમનું સન્માન કર્યું હતું.
Recent Comments