વિશ્વનું સૌથી ઊંચું ફાઈટર એરફિલ્ડ લદ્દાખમાં બનશે
બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (મ્ઇર્ં) લદ્દાખના ન્યોમામાં વિશ્વનું સૌથી ઉંચુ કોમ્બેટ એરબેઝ બનાવવા જઈ રહ્યું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે જમ્મુના દેવક બ્રિજથી આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. સંરક્ષણ મંત્રાલય દ્વારા આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે, જ્યારે ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (ન્છઝ્ર) પર સતત તણાવ ચાલી રહ્યો છે. માનવામાં આવે છે કે આ ફાઈટર એરપોર્ટના નિર્માણથી ભારત ચીનને ટક્કર આપશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મ્ઇર્ં ચીફ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ચૌધરીએ કહ્યું હતું કે ભારત આગામી બે-ત્રણ વર્ષમાં ચીનને પાછળ છોડી દેશે. તેમણે કહ્યું હતું કે પીએમ મોદીના નેતૃત્વમાં સરકાર એલએસીના ૩૪૮૮ કિમી વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે ઝડપથી કામ કરી રહી છે.
લેફ્ટનન્ટ જનરલે કહ્યું હતું કે માત્ર બેથી ત્રણ વર્ષમાં ૧૧ હજાર કરોડ રૂપિયાના ૨૯૫ પ્રોજેક્ટ પૂરા થયા છે. મોદી સરકારની અગાઉની સરકારો સાથે સરખામણી કરતા મ્ઇર્ં ચીફે કહ્યું કે ચીને ભારત પહેલા ન્છઝ્ર સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે એક દાયકા પહેલા આ વિસ્તારમાં વિકાસ અંગે અમારી વિચારસરણી થોડી સંરક્ષણાત્મક હતી. રાજીવ ચૌધરીએ કહ્યું કે મોદી સરકારે જૂની નીતિ બદલી છે અને ન્છઝ્ર પર કામને વેગ આપવા માટે અમને સમર્થન આપી રહી છે. ચૌધરીએ જણાવ્યું કે ૨૦૦૮માં અમારું બજેટ અંદાજે ત્રણ હજાર કરોડ રૂપિયા હતું. જ્યારે ૨૦૧૭માં તે વધીને અંદાજે ૬૦૦૦ કરોડ રૂપિયા થઈ ગયો. આ પછી ૨૦૧૯માં આ બજેટ વધીને ૮૦૦૦ કરોડ રૂપિયા થઈ ગયું. ગયા વર્ષે અંદાજે રૂ. ૧૨,૩૪૦ કરોડનો ખર્ચ થયો હતો.
Recent Comments