fbpx
રાષ્ટ્રીય

વિશ્વનું સૌથી મોટું મંદિર કમ્બોડિયામાં આવેલું છે

દુનિયાના સૌથી મોટા મંદિરનો આકાર દિલ્હીના અક્ષરધામ મંદિર કરતા લગભગ ૪ ગણો છે. મંદિરની ખાસ વાત એ છે કે તેની ચારેબાજુ ખાઈ તરીકે સુરક્ષા કવચ બનાવવામાં આવેલું છે. જેની પહોળાઈ ૭૦૦ ફૂટ જેટલી છે. મંદિર એક ઊંચા ચબૂતરા પર સ્થિત છે જેમાં ત્રણ ખંડ છે. આ ત્રણેય ખંડોમાં મૂર્તિઓ બનાવવામાં આવી છે. પ્રત્યેક ખંડથી ઉપરના ખંડ સુધી પહોંચવા માટે સીડીઓ બનાવવામાં આવેલી છે. પ્રત્યેક ખંડમાં ૮ ગુંબજ છે. આ તમામ ગુંબજ ૧૮૦ ફૂટ ઉપર છે. મુખ્ય મંદિર ત્રીજા ખંડની છત ઉપર સ્થિત છે. મંદિરમાં પ્રવેશવા માટે એક વિશાળ દ્વાર બનાવવામાં આવ્યો છે જે લગભગ ૧૦૦૦ ફૂટ પહોળો છે. મંદિર સાડા ત્રણ કિલોમીટર લાંબી પથ્થરની દીવાલોથી ઘેરાયેલું છે. દીવાલ બાદ ૭૦૦ ફૂટ પહોળી ખાઈ છે.

જેના પર એક જગ્યાએ ૩૬ ફૂટ પહોળો પુલ છે. આ પુલથી મંદિરના પહેલા ખંડ દ્વાર સુધી પહોંચી શકાય છે. ભારતમાં જ્યારે દુનિયાના સૌથી મોટા હિન્દુ મંદિરની વાત કરીએ તો સામાન્ય રીતે તમિલનાડુના રંગનાથ સ્વામી મંદિરનો ઉલ્લેખ કરવામાં આવે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ૬ લાખ ૩૧ હજાર વર્ગ મીટરમાં ફેલાયેલું આ મંદિર વિશ્વનું સૌથી મોટું મંદિર નથી. દુનિયાનું સૌથી મોટું મંદિર ભારતમાં નહીં પરંતુ એક એવા દેશમાં છે જ્યાં એક પણ હિન્દુ નથી. આ દેશનું નામ છે કમ્બોડિયા. આ મંદિરનું નામ છે અંકોરવાટ. આ મંદિર સિમરિપ શહેરમાં આવેલું છે. ભગવાન વિષ્ણુના આ મંદિરનું ક્ષેત્રફળ ૮ લાખ ૨૦ હજાર વર્ગ મીટર છે. આ મંદિર ેંદ્ગઈજીર્ઝ્રં તરફથી વિશ્વ ધરોહર તરીકે પણ જાહેર થઈ ચૂક્યું છે. આ મંદિરને દુનિયાના સૌથી મશહૂર ધાર્મિક સ્થળોમાં ગણવામાં આવે છે. મંદિરનું નિર્માણ ૧૧૧૨ થી ૧૧૫૩ ઈસ્વીસનમાં થયું છે.

Follow Me:

Related Posts