વિશ્વનું સૌથી વિશાળ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આજે સૂર્ય કિરણની ગર્જનાથી ગુંજી ઉઠ્યુ
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ફાઈનલ મેચ પહેલા અનોખો એર શો યોજાયોઅમદાવાદના આંગણે વર્લ્ડકપની ફાઈનલ મેચ યોજાઇ છે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ફાઈનલ મેચ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અનોખો એર શો યોજાયો. વિશ્વનું સૌથી વિશાળ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આજે સૂર્ય કિરણની ગર્જનાથી ગુંજી ઉઠ્યુ.મેચ શરૂ થાય એ પૂર્વે જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એર શો યોજવામાં આવ્યો. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેના રોમાંચક મુકાબલામાં ઐતિહાસિક એર શો જોવા મળ્યો. અમદાવાદનું આકાશ સૂર્ય કિરણ પ્લેનના અવાજથી ગુંજી ઉઠ્યુ હતુ. ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ દ્વારા મેચ શરૂ થતા પહેલા જ દિલધડક કરતબો દર્શાવવામાં આવ્યા હતા.ફાઇનલ મુકાબલા પહેલા સૂર્ય કિરણ એરોબેટિક ટીમના અનોખા કરતબોએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યુ હતુ.
Recent Comments