રાષ્ટ્રીય

વિશ્વભરના શેરબજારોની ૧૪ કંપનીઓ પર ઈઝરાયલ હમાસ યુદ્ધની અસર પડી

ઘણા આમ તો વિચારતા હશે કે શેરબજાર તો બસ એક રમત હશે પણ શેરબજાર કોઈ બાળકોની રમત નથી અહીં મોટા મોટા લોકો અહીં તેમના પૈસા લગાવે છે તેમા કેટલાક જીતે છે તો કેટલાક પૈસા ગુમાવી બેસે છે. પૈસા ડૂબવા પાછળ માત્ર એક જ કારણ નથી, પણ અન્ય ઘણા બધા કારણો સામેલ હોય છે. ઘણી વાર એવા કારણો અસર કરે છે જેનાથી આખી સંસ્થા કે શાખા(ર્ઝ્રદ્બॅટ્ઠહઅ) એ જે કર્યું હોય એક જ પળમાં બધું જ ગુમાવી બેશે છે અને આવા કારણો આવા કારણો ની અસર ભારતીય બજાર જ નહિ પણ વૈશ્વિક બજારને પણ ઘણું નુકશાન પહોંચે છે અને ઘણા દેશોનું અર્થતંત્રને પણ નુકશાન પહોંચે છે.

ક્યારેક કોરોના જેવા વાયરસનો પ્રકોપ થાય ત્યારે શેર ભાવ તૂટી જાય છે તો ક્યારેક એ જ શેરની કિંમત સાતમાં આસમાને પહોંચી જાય છે. શેરબજારમાં રોકાણ કરાયેલા નાણાં વિશ્વભરમાં થતી વિવિધ પ્રવૃત્તિઓથી પ્રભાવિત થાય છે. ત્યારે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ દરમિયાન વિશ્વભરના શેરબજારો દબાણમાં જાેવા મળ્યા હતા. જાે કે હવે ફરી એવી જ સ્થિતી ઉભી થઈ છે વિશ્વ સમક્ષ બીજુ એક ખતરનાક યુદ્ધ ચાલી રહ્યું છે.

હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ઈઝરાયેલે યુદ્ધ જાહેર કર્યું છે. આ સમાચાર ફેલાતાની સાથે જ ભારતીય શેરબજારમાં ઘણા શેરો પર અસર જાેવા મળી હતી.ઇઝરાયલ અને હમાસ વચ્ચે શેર બજાર પર અસર થઇ જે તમને જણાવી દઈએ કે, તાજેતરમાં અદાણી પોર્ટ્‌સે ઈઝરાયેલમાં એક પોર્ટ હસ્તગત કર્યું છે. સ્વાભાવિક છે કે અદાણી પોર્ટ્‌સ શેરને આંચકો લાગ્યો. ઇઝરાયલ અને હમાસ વચ્ચેના આ યુદ્ધથી માત્ર અદાણી પોર્ટ્‌સ જ પ્રભાવિત નથી, પરંતુ લગભગ ૧૪ શેરો એવા છે જેના પર સીધી અસર જાેવા મળી રહી છે કે જે કંપનીઓ પર યુદ્ધની સીધી અસર થઈ છે.

સોમવારની વાત કરીએ તો અદાણી પોર્ટ્‌સના શેરમાં ૫ ટકાનો ઘટાડો જાેવા મળ્યો હતો. જાે કે મંગળવારે અદાણી ગ્રૂપ સહિતના મોટા ભાગના શેરો ઉપર તરફ ઉઠ્‌યા હતા. આ સિવાય સન ફાર્મા ૨ ટકા તૂટ્યો હતો. સન ફાર્મામાં ઇઝરાયેલની કંપની ટેરો ફાર્મામાં મોટો હિસ્સો છે. તેલ-અવીવ સ્થિત ટેવા ફાર્મા ફાર્મા ક્ષેત્રની અગ્રણી કંપની હોવાથી, ભારતીય જેનરિક દવા ઉત્પાદક કંપનીઓ ડૉ. રેડ્ડીઝ લેબ અને લ્યુપિનના શેરને પણ અસર થઈ હતી. ૧૪ કંપનીઓ પર યુદ્ધની અસર જાેવા મળી જેના વિષે જણાવીએ, મીડિયા રિપોર્ટ મુજબ માઈનિંગ કંપની દ્ગસ્ડ્ઢઝ્ર, કલ્યાણ જ્વેલર્સ અને ટાટા ગ્રુપની કંપની ટાઈટન પણ ઈઝરાયેલ કનેક્શન ધરાવે છે. આ કંપનીઓ જ નહીં, આઈટી ક્ષેત્રની ઘણી કંપનીઓ પણ ઈઝરાયેલની કંપનીઓ સાથે મળીને કામ કરી રહી છે.

તેમાં ભારતની સૌથી મોટી આઇટી સેક્ટરની કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (્‌ઝ્રજી), વિપ્રો, ટેક મહિન્દ્રા અને ઇન્ફોસિસનો સમાવેશ થાય છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (જીમ્ૈં) અને લાર્સન એન્ડ ટર્બો (ન્શ્‌) પણ ઈઝરાયેલમાં હાજરી ધરાવે છે. ્‌ર્ંૈંના રિપોર્ટ અનુસાર, આ ૧૪ કંપનીઓ સિવાય ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પણ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા વિવિધ વિવાદોને કારણે સમસ્યાનો સામનો કરી રહી છે. કારણ એ છે કે સામાન્ય ચૂંટણી પહેલા ક્રૂડ ઓઈલના વધતા ભાવને કારણે રિટેલરોને કિંમતો સ્થિર રાખવા માટે દબાણનો સામનો કરવો પડી શકે છે. એવી આશંકા હતી કે યુદ્ધ ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર બનાવવાની ભારતની યોજનાઓને અસર કરી શકે છે, જેની જાહેરાત ય્૨૦ સમિટમાં કરવામાં આવી હતી. ૈંઇર્ઝ્રંદ્ગ, ત્નેॅૈંીિ ઉટ્ઠર્ખ્તહજ, ઇફદ્ગન્ અને ૈંઇહ્લઝ્ર જેવા રેલવેના શેરમાં લગભગ ૫-૬%નો ઘટાડો જાેવા મળ્યો હતો. આ કોરિડોર રેલ્વે સંબંધિત કંપનીઓ તેમજ શિપબિલ્ડીંગ ઉદ્યોગ માટે સકારાત્મક માનવામાં આવતો હતો. શિપિંગ કોર્પોરેશન સોમવાલના શેરમાં પણ લગભગ ૫ ટકાનો ઘટાડો થયો હતો.

Related Posts