રાષ્ટ્રીય

વિશ્વભરમાં ઈઝરાયેલી બાળકોના ફોટા કેમ થઈ રહ્યા છે વાયરલ?ઈઝરાયેલે ૩૦ ઈઝરાયેલી બાળકોના ફોટાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યોલંડનના રસ્તાઓથી લઈને યુએન હેડક્વાર્ટરની ઈમારત સુધી તસ્વીર વાયરલ

દક્ષિણ ઇઝરાયેલ પર હમાસના હુમલાને લગભગ બે અઠવાડિયા વીતી ગયા છે. હજુ પણ ૨૦૦ લોકો ગુમ છે. ઈઝરાયેલનું કહેવું છે કે તેમને હમાસ દ્વારા બંધક બનાવવામાં આવ્યા છે. જેમાં ૩૦ બાળક અને વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે. આ બાળકોના ફોટા હવે લંડનના રસ્તાઓથી લઈને યુએન હેડક્વાર્ટરની ઈમારત સુધી વાયરલ થઈ રહી છે. ઈઝરાયેલે આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. વેમ્બલીથી લઈને ટેટ મોર્ડન સુધી લંડનની ઘણી પ્રખ્યાત ઈમારતો પર ઈઝરાયેલના બાળકોના ફોટોગ્રાફ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

આ સિવાય ન્યૂયોર્ક, લોસ એન્જલસ અને મિયામી સહિત ઘણા શહેરોમાં બિલબોર્ડ પર આ ફોટા લગાવવામાં આવ્યા છે. આ માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.. ઈઝરાયેલ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે લંડનમાં વીડિયો સ્ક્રીનથી સજ્જ વાહનો પર બંધક બાળકોના ફોટોગ્રાફ્સ, નામ અને ઉંમર લખવામાં આવી છે. સાથે જ ઈંમ્ઇૈંદ્ગય્‌ૐઈસ્મ્છઝ્રદ્ભ હેશટેગ પણ લખવામાં આવ્યું છે. આ સિવાય યુએન હેડક્વાર્ટર, રોમાનિયન શહેરો અને અન્ય ઘણા શહેરોની દિવાલો પર બાળકોના ફોટા દર્શાવતા ઇલેક્ટ્રિક બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. તેમના પર કિડનેપ બાય હમાસ પણ લખેલું છે. તમને જણાવી દઈએ કે ઈઝરાયેલની સેનાએ ગુરુવારે કહ્યું હતું કે ૭ ઓક્ટોબરે તેના વિનાશક હુમલા દરમિયાન હમાસે ૨૦૩ લોકોને બંધક બનાવ્યા હતા. તેમાંથી લગભગ ૩૦ એવા બાળકો છે જેમની ઉંમર ૧૬ વર્ષથી ઓછી છે. તો ૬૦ વર્ષથી વધુ ઉંમરના ૨૦ વૃદ્ધોને પણ કેદ કરવામાં આવ્યા છે.

Related Posts