વિશ્વભરમાં કોરોનાના ત્નદ્ગ.૧ વેરિઅન્ટના ૮ લાખ ૫૦ હજાર નવા કેસ નોંધાયા, ૩૦ દિવસમાં રેકોર્ડ બ્રેક કેસ

કોરોના રોગચાળો ફરી એકવાર ફેલાવા લાગ્યો છે. કોવિડ ત્નદ્ગ-૧ના નવા પ્રકારે લોકોમાં ગભરાટ ફેલાવ્યો છે. સતત વધી રહેલા કોરોના કેસોને કારણે બે વર્ષ પહેલાના ભયાનક દ્રશ્યની યાદો તાજી થવા લાગી છે. ઉૐર્ંએ પણ કોરોનાના વધતા કેસ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ઉૐર્ં અનુસાર, છેલ્લા ચાર અઠવાડિયામાં વિશ્વભરમાં કોવિડ કેસોની સંખ્યામાં ૫૨ ટકાનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન ૮ લાખ ૫૦ હજાર નવા કેસ નોંધાયા છે. ત્યારે છેલ્લા ૨૮ દિવસની તુલનામાં, નવા મૃત્યુની સંખ્યામાં ૮ ટકાનો ઘટાડો થયો છે, અને ૩ હજારથી વધુ નવા મૃત્યુ નોંધાયા છે. વૈશ્વિક સ્તરે, ૧૬૦૦ થી વધુ દર્દીઓ ૈંઝ્રેંમાં દાખલ છે. ઉૐર્ંએ પણ સતત વધી રહેલા કોરોના કેસ પર ચિંતા વ્યક્ત કરી છે..
સંસ્થાનું કહેવું છે કે તે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. આ સાથે ઉૐર્ંનું કહેવું છે કે વધતા જતા કેસોને જાેતા સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. તમને જણાવી દઈએ કે વિશ્વભરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. સિંગાપોર સૌથી ખરાબ સ્થિતિમાં છે, અહીં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આ જ કારણ છે કે સિંગાપોરમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. લોકોને ભીડભાડવાળી જગ્યાએ ન જવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે ઇન્ડોનેશિયા અને મલેશિયામાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ભારતની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં કોવિડના ૭૫૨ નવા કેસ નોંધાયા છે. જે બાદ એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને ૩૪૨૦ થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં કેરળમાં બે અને રાજસ્થાન અને કર્ણાટકમાં એક-એક દર્દીના મોત થયા છે. કેરળ દેશમાં સૌથી ખરાબ હાલતમાં છે. અહીં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.
Recent Comments