વિશ્વ કોરોનાની ઝપેટમાં છેલ્લા 2 વર્ષથી છે. ત્યારે દિવસેને દિવસે કોરોના કેસો સતત વધી રહ્યા છે. એક બાજુ દેશમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાની રફતાર ધીમી પડી છે જ્યારે બીજી બાજુ કોરોના ના કેસો વિશ્વમાં વધી રહ્યા છે. ફ્રાન્સ અને અમેરિકામાં સૌથી વધુ કેસો નોંધાયા હતા. જો કે ફ્રાંસમાં તો છેલ્લા અઠવાડિયાથી સતત કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત બ્રાઝિલમાં પણ અગાઉ કેસો વધ્યા હતા. પરંતુ બ્રાઝિલમાં છેલ્લા બે દિવસથી ઓછા કેસો જોવા મળી રહ્યા છે. છેલ્લાં 24 કલાકમાં વિશ્વમાં 29 લાખ કેસ જોવા મળ્યા છે. જો કે આ પહેલા થોડી રફતાર કોરોના કેસોની ધીમે પડી હતી પરંતુ અચાનક કયારેક કોરોના કેસોમાં ઉછાળો તો ક્યારેક વધારો જોવડી રહ્યો છે. ફ્રાન્સમાં સર્વાધિક 4.17 લાખ નવા કેસ નોંધાયા છે. USમાં 24 કલાકમાં 2.64 લાખ નવા કેસ નોંધાયા છે. જર્મનીમાં 24 કલાકમાં 1.83 લાખ કેસ, બ્રાઝીલમાં 24 કલાકમાં 1.71 લાખ કેસ, ઇટાલીમાં 24 કલાકમાં 1.33 લાખ કેસ, રશિયામાં 24 કલાકમાં 1.25 લાખ કેસ જોવા મળ્યા છે. આ સર્વાધિક કેસો ફ્રાન્સમાં 4.17 લાખ જોવા મળ્યા છે.
વિશ્વભરમાં કોરોનાનો કોહરામ યથાવત જોવા મળ્યો, ફ્રાન્સ, યુએસમાં વધુ કેસો

Recent Comments