વિશ્વમહિલાદિને ‘સુપર વુમન’ કાર્યક્રમ યોજાયો.
વિશ્વમહિલાદિને સુખ્યાત લેખક હર્ષ મેસવાણિયાના પુસ્તક ‘સુપર વુમન’નું વિમોચન કરતા દિલ્લી સાહિત્ય અકાદમીના ભાગ્યેશ જહાએ જણાવ્યું કે ‘આ પુસ્તકમાં યુવા સ્ત્રીઓની નોખી અનોખી સિદ્ધિ આલેખિત થઇ છે. સામા પ્રવાહે તરીને પરિવર્તન લાવનારી મહિલાનો મહિમા છે.’ ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત વિદ્યાસભા આયોજિત કાર્યક્રમમાં સ્ત્રીસશક્તિકારણની વાત ગૌરવ પુરસ્કૃત સર્જક ડૉ. અમી ઉપાધ્યાયએ નવા દ્રષ્ટિકોણથી રજૂ કરી હતી.
જાણીતા કવયિત્રી-ગાયિકા રક્ષા શુક્લ, માયા દીપક, ડૉ. કૃતિ મેઘનાથી, વૈશાલી મહેતાએ નારીશક્તિનાં ગીતોનું ગાન કર્યું હતું. મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ અને ધીરેન અવાશિયાએ ‘આજની અણનમ નારી’ની વાત કરી હતી. સંગીત હેતલ જીગ્નેશ રાવ અને સંચાલન ઉર્વશી શ્રીમાળીએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંયોજન કવિ હરદ્વાર ગોસ્વામીએ કર્યું હતું. મોટી સંખ્યામાં ભાવકો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments