રાષ્ટ્રીય

વિશ્વમાં નવો હાઇબ્રિડ વાયરસની મચી રહી છે તબાહી!.. વૈજ્ઞાનિકોએ કહ્યું, ‘અમે આવું ક્યારેય જાેયું નથી’

એક નવા અને અનોખા વાયરસે વૈજ્ઞાનિકોનું ટેન્શન વધાર્યુ છે. સંશોધકોનું કહેવું છે કે તેઓએ આવો વાયરસ આ પહેલા જાેયો નથી. આ બાકીના કરતાં સંપૂર્ણપણે અલગ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ નવો વાયરસ આર્કટિકથી લઈને એટલાન્ટિક મહાસાગર સુધી છે. આ નવા વાયરસનું નામ માઈરસ વાયરસ (સ્ૈિેજદૃૈિેજ) છે. માઈરસ લેટિન શબ્દ છે, જેનો અર્થ અનોખો અથવા વિચિત્ર થાય છે. એક રિપોર્ટ અનુસાર, સમુદ્રમાં રહેલા પ્લેકટોન્સ માઈરસ વાયરસથી સંક્રમિત થયા છે. આવી સ્થિતિમાં ખતરો વધી ગયો છે. માઈરસ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આવો જાણીએ આ અનોખા નવા વાયરસ માઈરસ વાઈરસથી શું નુકસાન થઈ શકે છે? મનુષ્ય અને પ્રાણીઓ બંનેમાં ફેલાય છે?.. જાણો કે માઈરસ વાયરસ ડુપ્લોડીએનએવરિયાનો એક ભાગ છે. આ જૂથમાંથી હર્પીસ વાયરસ પણ છે જે મનુષ્ય અને પ્રાણીઓ બંનેને ચેપ લગાડે છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે હર્પીસ વાયરસ અને માઈરસ વાયરસ જેનેટિકલી એકબીજા સાથે રિલેટેડ છે. આ ઉપરાંત માઈરસ વાઈરસમાં જાેઈન્ટ વાયરસ ફટ્ઠિૈડ્ઢદ્ગછદૃટ્ઠિૈટ્ઠ ના જેનેટિક કેરેક્ટર પણ જાેવા મળે છે. તમને જણાવી દઈએ કે નેચર જર્નલમાં માઈરસ વાઈરસ પર એક અભ્યાસ પ્રકાશિત થયો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ફટ્ઠિૈડ્ઢદ્ગછફટ્ઠિૈટ્ઠ અને ડ્ઢેॅર્ઙ્મડ્ઢદ્ગછફટ્ઠિૈટ્ઠ વચ્ચેનો હાઇબ્રિડ વાયરસ માઈરસ વાયરસ છે. સીએનઆરએસના એક વૈજ્ઞાનિકે કહ્યું કે માઈરસ વાઈરસ એક અલગ પ્રકારનો વાયરસ છે. આવો વાયરસ આ પહેલા ક્યારેય જાેવા મળ્યો નથી. માઈરસ વાયરસ એ બે વાયરસની ક્રોસબ્રીડ છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે વૈજ્ઞાનિકો આ નવા અનોખા વાયરસ વિશે વધુ માહિતી મેળવી શક્યા નથી.

વૈજ્ઞાનિકોએ વાયરસને શોધવા માટે એક્સપેડિશનના ડેટાનો ઉપયોગ કર્યો. આ સિવાય વર્ષ ૨૦૦૯ થી ૨૦૧૩ દરમિયાન દરિયાના પાણીના ઘણા સેમ્પલ લેવામાં આવ્યા હતા. આમાં પ્લાન્કટોન, શેવાળ અને વાયરસ મળી આવ્યા હતા. આ પછી, સંશોધકોએ ઘણા જીવાણુઓનો ડીએનએ ટેસ્ટ કર્યો. માઈરસ વાયરસ કેવી રીતે નુકસાન પહોંચાડે છે?…. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ એક ક્રાંતિકારી શોધ છે. માઈરસ વાયરસ એ ડબલ-સ્ટ્રેન્ડેડ ડીએનએ વાયરસ છે. સમુદ્રના પ્રકાશવાળા વિસ્તારોમાં જાેવા મળે છે. તે સમુદ્રના મોજા દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે. આનાથી આવનારા સમયમાં દરિયામાં હાજર કાર્બન અને પોષક તત્વોને નુકસાન થશે.

Related Posts