fbpx
ભાવનગર

વિશ્વાસ થી વિકાસ યાત્રા સાથે લોકશાહીને બળવત્તર બનાવવાં કટિબધ્ધ થવાં માટેના શપથ લેવડાવવામાં આવ્યાં

આજરોજ ભાવનગર ખાતે યોજાયેલાં વિશ્વાસ થી વિકાસ યાત્રા કાર્યક્રમ માં  લોકશાહીને મજબૂત બનાવવાં અને તે બળવત્તર બને તે માટેના શપથ મહાનુભાવો અને ઉપસ્થિત લાભાર્થીઓએ લીધાં હતાં.

        ગુજરાત વિધાનસભાની ચૂંટણીના નજીકમાં છે ત્યારે ચૂંટણીમાં પોતાના અમૂલ્ય મતનો અવશ્ય પ્રયોગ કરવાં, અચૂક મતદાન કરવાં જવાં તેમજ આજુબાજુના લોકોને પણ મતદાન કરવાં માટે પ્રેરણા આપવાં શપથ લઇને લોકશાહીના આ ત્યૌહારને ખૂબ મોટા પ્રમાણમાં મતદાન કરીને ઉજવવાં માટેની હાકલ કરવામાં આવી હતી.

        ભાવનગરના જાણીતા એન્કરશ્રી મિતુલ રાવલે આ અંગેના શપથ ઉપસ્થિત લોકોને લેવડાવ્યાં હતાં.

Follow Me:

Related Posts