ભાવનગર

“વિશ્વાસ સે વિકાસ” કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેક્ટરનાં અધ્યક્ષસ્થાને વિડિયો કોન્ફરન્સ યોજાઇ

આગામી તા.૧૨-૦૯-૨૦૨૨ નાં રોજ પ્રાંત કક્ષાએ તેમજ તા.૧૩-૦૯-૨૦૨૨ નાં રોજ જિલ્લા કક્ષાએ “વિશ્વાસ સે વિકાસ” કાર્યક્રમ યોજાનાર છે. જે અંતર્ગત આજરોજ કલેક્ટર કચેરીનાં વિડિયો કોન્ફરન્સ હોલ ખાતે કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેનાં અધ્યક્ષસ્થાને જિલ્લાનાં વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક મળી હતી.

        આ બેઠકમાં કાર્યક્રમની રૂપરેખાઓમાં બેઠક વ્ય્વસ્થાઓ, કાર્યક્રમ સ્થળ વગેરે બાબતને આધિન જરૂરી સુચન તેમજ માર્ગદર્શન કલેક્ટરશ્રી દ્વારા પુરૂ પાડવામાં આવ્યું હતું. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરશ્રી એન.વી.ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.પ્રશાંત જિલોવા,  પોલીસ અધિક્ષકશ્રી ડો.રવિન્દ્ર પટેલ સહિત જિલ્લાનાં વરીષ્ઠ અધિકારીઓ તથા તમામ તાલુકાઓનાં અધિકારીઓ ગૂગલ મીટથી જોડાયા હતા.

Related Posts