fbpx
અમરેલી

વિશ્વ એઇડ્સ દિન, અસાધ્ય બીમારી H.I.V ગ્રસ્તો સમાજ વચ્ચે સહેલાઇ થી જીવી શકે, તે માટે સમજ સાથેની સહાનુભૂતિનો સંદેશ જાગૃતિ અભિયાનો

દેશ માં અસાધ્ય રોગ વિશે જાગૃતિ અભિયાન સાથે ઉજવાતો દિવસ ૧ ડિસેમ્બર-વિશ્વ એઇડ્સ દિન વિશ્વ એઈડ્સ દિન સૌ પ્રથમ ઈ.સ. ૧૯૮૮ ના વર્ષથી અનુસરવામાં આવ્યો ત્યારથી પ્રતિવર્ષ ૧ ડિસેમ્બર એઈડ્સ વિશેની સમજ અને સહાનુભૂતિનો સંદેશ લાવે છે એચ.આઈ.વી.થી ઓળખાતા અતિસૂક્ષ્મ વાયરસથી એઇડ્સ થાય છે.આજના સમયમાં એઇડ્સ સમગ્ર માનવજાત સામેની સામાજિક રીતે મોટામાં મોટી સમસ્યા છે.એકવીસમી સદીમાં ભોગવાદ અને ભૌતિકવાદનો ગ્રાફ ઊંચો જઈ રહ્યો છે ત્યારે અનૈતિક સંબંધો આ મહારોગનો વ્યાપ વધારે છે.એઈડ્સથી બચવા જાગૃતિ અનિવાર્ય છે.સમગ્ર વિશ્વએ જ્યારે પર્યાવરણને સમતુલિત બનાવવા કમર કસી છે ત્યારે આપણે વસુધૈવ કુટુમ્બકમ્ને ચરિતાર્થ કરીએ અને વિશ્વ એઇડ્સ દિનને આરોગ્યપ્રદ રીતે ઊજવીએ.અન્ય રોગોની સરખામણીએ એચ.આઈ.વી. અથવા એઇડ્સના દર્દીઓને સમાજ વચ્ચે જીવવામાં અનેક માનસિક તણાવમાંથી પસાર થવું પડે છે.કેમ કે આ દર્દીઓના ચારિત્ર્ય અંગે અનેક પ્રકારની ચિત્ર-વિચિત્ર શંકાઓ કરવામાં આવે છે.ગામડાંઓમાં આ રોગ વિશે જોઈએ તેટલી માહિતીનો અભાવ હોવાથી આ રોગની લાક્ષણિકતાઓ જલ્દી જાણી શકાતી નથી.પરિણામે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ છે.

એક કિસ્સાઓમાં તો વ્યક્તિએ આજુબાજુના માણસોનાં મેણાં-ટોણાથી કંટાળીને આત્મહત્યાનું પગલું પણ ભરવું પડ્યું હતું .જે સાબિત કરે છે કે દર્દીને માત્ર દવાની નહીં પણ લાગણી અને હૂંકની વધારે જરૂર છે ડબ્લ્યુ એન.એ.આઈ.ડી. એસ.ના એક અંદાજ અનુસાર ૨૦૦૪ ના વર્ષમાં ૩૫ કરોડ ૭૦ લાખ પુખ્ત વયના તથા ૨ કરોડ ૧૦ લાખ બાળકો એચ.આઈ.વી સાથે જીવી રહ્યા છે.માત્ર આ વર્ષે જ ૪ કરોડ ૮૦ લાખ લોકો એચ.આઈ.વી.થી ચેપગ્રસ્ત બન્યા છે .સૌથી ગંભીર બાબત એ છે કે નવા ચેપગ્રસ્ત બનતા લોકોમાં અડધા થી પણ વધુ માત્ર ૨૫ વર્ષની ઉંમરનાં હોય છે .અને તેઓ ૩૫ વર્ષની ઉંમર સુધીમાં તો મૃત્યુ પામે છે .એચ.આઈ.વી એઇડ્સગ્રસ્ત લોકોમાંથી ૯૫ ટકા તો આજે વિકાસશીલ દેશોમાં જ છે આમ છતાં આ ગંભીર સમસ્યાનો વિશ્વભરના દેશો સામનો કરી રહ્યા છે .ભારતમાં ચેન્નાઈ ખાતે ૧૯૮૬ માં પ્રથમ એચ.આઈ.વી એઇડ્સનો કેસ નોંધાયો.ત્યાર બાદ આજ સુધી તેનો સતત ફેલાવો ધ્યાનમાં આવ્યો છે .ગત ૨૦૦૩ ના વર્ષના અંતે ભારતમાં એચ.આઈ. વી.નો ચેપ ધરાવતા ૫૧ લાખ લોકો હોવાનો અંદાજ છે આમ દક્ષિણ આફ્રિકા બાદ ભારતનો બીજા નંબરનો ક્રમ છે.ગુજરાતમાં પણ એઇડ્સનો પ્રથમ દર્દી ૧૯૮૬ માં નોંધાયો હતો.ગુજરાત ઔદ્યોગિક દૃષ્ટિએ એકંદરે વિકસિત રાજ્ય હોવાથી.પરપ્રાંતમાંથી સ્થળાંતર પામેલ કામદારોની ટકાવારી ઊંચી છે.આ સ્થળાંતરના કારણે પતિ-પત્ની એકબીજાથી અલગ રહેતા શ્રમિકોમાં જાતીય સંબંધો જોખમી જાતીય વર્તણૂકમાં પરિણમતા હોય છે.એચ.આઈ.વી અને એઇડ્સ મહિલાઓ તથા છોકરીઓને વિવિધ રીતે વિશેષ અસર કરે છે.જાતીય સમાગમ દરમિયાન એચ.આઈ.વી.નો ચેપ સામાન્યતમ પુરુષો કરતાં મહિલાઓને વધુ ઝડપથી અસર કરતો હોય છે.

એચ.આઈ.વી એઇડ્સ માતા દ્વારા જ બાળકને ચેપ લાગવાની વધુ શક્યતા હોય છે.આજકાલ તો યુદ્ધના એક સાધન તરીકે પણ એચ.આઈ.વી.નો ઉપયોગ થતો હોવાનું જાણવા મળ્યું છે.રૂવાન્ડા અને કોસાવાના અશાંતિગ્રસ્ત વિસ્તારોમાં એચ.આઈ.વી.ગ્રસ્ત પુરુષ દ્વારા ઇરાદાપૂર્વક હજારો મહિલાઓ ઉપર બળાત્કાર ગુજારાયા હોવાના બનાવો સમગ્ર વિશ્વ માટે ગંભીર ચેતવણી આપી રહ્યા છે  એઇડ્સ એવો એક રોગ છે કે.જેને પોતાનાં આગવાં કોઈ ચિહ્નો નથી.આમ છતાં રોગપ્રતિકારક શક્તિનો ક્રમશઃ ઘટાડો થતાં આવી વ્યક્તિમાં કેટલાંક લક્ષણો દેખાઈ આવે છે.જો કે ચોક્કસ નિદાન તો લોહીના પરીક્ષણ દ્વારા જ થઈ શકે .સામાન્યતઃ રોગના કોઈ દેખીતા કારણ સિવાય જ આવી વ્યક્તિના શરીરના વજનમાં માત્ર એક માસ જેટલા ટૂંકા સમયગાળામાં જ ૧૦ ટકા કે તેથી વધુ ઘટાડો થાય છે. અજાણ્યાં કારણોસર એક માસથી વધુ સમય માટે તાવ પણ આવતો હોય છે તથા એક માસથી વધુ સમય સુધી ઝાડા પણ ચાલુ રહે છે.આ ઉપરાંત સારવાર લેવા છતાં પણ એક માસથી વધુ સમય સુધી ઉધરસ ચાલુ રહેતી હોય છે.ચામડી ઉપર ડાઘ પડે તેમ જ ખંજવાળ પણ આવતી હોય છે.

જીભ ઉપર પ્રમાણમાં છારી બાઝતી હોય છે તથા શરીરની લસિકા ગ્રંથિઓમાં સોજો પણ આવતો હોય છે.અસલામત જાતીય સંબંધોને ટાળી ભારતીય સંસ્કૃતિ મુજબ મર્યાદાપૂર્ણ જીવન આજના સમયમાં સૌથી વધુ ઉપયોગી બની રહેશે.આ ઉપરાંત ધંધાદારી રક્તદાતાનું લોહી ન લેતાં લાયસન્સ ધરાવતી બ્લડ બૅન્કો પાસેથી જ એચ.આઈ.વી ના બાદ લેવાયેલ લોહી લેવું જોઈએ એચ.આઈ.વી મુખ્યત્વે લોહી દ્વારા ફેલાતા વાયરસ છે તેથી બીજાએ ઉપયોગ કરેલ હોય તેવા ટૂથબ્રશ.રેઝર. બ્લેડ.જેવાં સાધનોનો ઉપયોગ ટાળવો જોઈએ એચ.આઈ.વી એઇડ્સ થી બચાવના ઉપાય  કિશોરાવસ્થાથી જ યૌન રોગો અને એચઆઈવી  એઇડ્સ સંદર્ભે જાણકારી અપનાવે જે સંપૂર્ણ સમજદારી અને સાવધાની.તેમને એચ.આઈ.વી  એઇડ્સથી થાય કેવી પરેશાની એચ.આઈ.વી.ગ્રસ્ત માતાની સાવધાની અને ઇલાજ દ્વારા બાળકને અસર થવા માંથી બચાવ કોન્ડોમનો ઉપયોગ અને જીવનસાથી પ્રત્યે વફાદારી રાખવામાં સમાધાની યૌન રોગો તથા એચ.આઈ.વી એઇડ્સ સલાહ કેન્દ્ર અને સ્વાસ્થ્ય કેન્દ્રમાંથી મળતી સલાહ અને સારવાર સેવાઓનો ઉપયોગ કરવા સહિત અનેકો અનેક જાગૃતિ માટે ખૂબ પ્રચાર પ્રચાર કરી કરાવી રહેલ સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થા જાહેર મેળાવડા ઓમાં પોસ્ટર પ્રદર્શનો યોજાતા રહે છે 

Follow Me:

Related Posts