અમરેલી

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે જિલ્લામાં વિવિધ વૃક્ષોના રોપાઓનું વિનામૂલ્યે વિતરણ

જિલ્લાના વિવિધ તાલુકાઓની નર્સરી પરથી નિશુલ્ક રોપાઓનું વિતરણ થશે

ગયા વર્ષે તાઉતે વાવાઝોડા દરમિયાન અમરેલી જિલ્લામાં મોટી સંખ્યામાં વૃક્ષો નાશ પામ્યા હતા. વિશ્વ પર્યાવરણ દિન તા.૫ જૂનના રોજ ઉજવવામાં આવે છે. જિલ્લાના તમામ નાગરિકો વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય તે માટે સામાજિક વનીકરણ વિભાગ અમરેલી જિલ્લામાં આવેલી નર્સરીઓમાં રોપાનું વિતરણ કરવામાં આવશે. રોપાઓ માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની રેન્જના સંપર્ક નંબર, સરનામાની વિગત પણ સામજિક વનીકરણ અમરેલીના નાયબ વન સંરક્ષકશ્રી દ્વારા જણાવવામાં આવી છે. નાયબ વન સંરક્ષકશ્રીએ કહ્યું કે, જિલ્લામાં ૧૦૦ જેટલા વિવિધ વૃક્ષોના રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. જિલ્લામાં વિવિધ નર્સરી-સ્થળો પર આ રોપાઓનું વિતરણ કરવામાં આવશે, આ રોપાઓ મેળવવા માટે સંબંધિત જગ્યાઓ પરથી મેળવી શકાશે. વધુ વિગત માટે માહિતી સંપર્ક કરી શકાશે.   

ધારી તાલુકામાં છતડીયા નર્સરી, છતડીયા રોડ સાઈડ અને ભાયાવદર નર્સરી, ભાયાવદર ગામ રોડ સાઈડ, રેન્જ ફોરેસ્ટ કચેરી નર્મદેશ્વર મહાદેવ મંદીર સામે, ફોરેસ્ટ કોલોની, ખંભાળા રોડ ખાતે છે. વધુ વિગત અને માહિતી માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી બી આર વસાવા ફોન નં.૯૩૨૭૭૩૯૬૧૭નો સંપર્ક કરવો.

 બાબરા તાલુકામાં કરીયાણા નર્સરી,  કરીયાણા ગામ, અને રામપરા ડેરી નર્સરી, બાબરા-કરીયાણા રોડ, રેન્જ ફોરેસ્ટ કચેરી ફોરેસ્ટ કોલોની, ખંભાળા રોડ, બાબરા ખાતે રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી એમ.ડી.કરંગીયા ફોન નં. ૯૭૩૭૩૫૨૨૬૦ નો સંપર્ક કરવો.  

લાઠી તાલુકામાં ચાવંડ ખાતાકિય નર્સરી, રાજકોટ-ભાવનગર હાઈવે, ચાવંડ, દામનગર ખાતાકિય નર્સરી, સિવિલ઼ હૉસ્પિટલની બાજુમાં, ગારીયાધાર રોડ, દામનગર, રેન્જ ફોરેસ્ટ કચેરી પોલીસ સ્ટેશનની બાજુમાં, ભુરખીયા રોડ, લાઠી, રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી પી.બી. પ્રજાપતિ ફોન નં.૯૩૭૭૧૯૭૭૦૩નો સંપર્ક કરવો.

 સાવરકુંડલા તાલુકામાં કાનાવાવ નર્સરી, હાથસણી રોડ, મોટા ઝિંઝુડા નર્સરી બસ સ્ટેશન બાજુનો રોડ, મોટા ઝિંઝુડા, તા.સાવરકુંડલા, રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી બી.ડી.ચાંદુ ફોન નં. ૯૮૭૯૧૩૩૭૯૧, ખાંભા તાલુકામાં મોભનેસ નર્સરીસ પીપળવા રોડ, મોભનેસ ખાતે સંપર્ક કરી રોપાઓ મેળવી શકાશે.  

હાથસણી રોડ, ચંદ્રમૌલી સોસાયટી, ફોરેસ્ટ કોલોની, સાવરકુંડલા, રે.ફો.ઓ.શ્રી બી.ડી.ચાંદુ, રાજુલા તાલુકામાં ધારેશ્વર ડેમ નર્સરી, ધારેશ્વર ડેમની બાજુમાં, જાફરાબાદ તાલુકામાં બાબરકોટ નર્સરી, બાબરકોટ ગામ રોડસાઈડ, કચેરીનું સરનામું, હીડોરણા રોડ, રાજુલા, રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી  એસ.એમ.મકરાણી ફોન નં. ૯૯૭૯૬૦૪૭૮૬નો સંપર્ક કરી શકાશે.

અમરેલી તાલુકામાં વનચેતના નર્સરી, ઓમનગર, ચિતલ રોડ, બાયપાસ નર્સરી, સા.કુંડલા બાયપાસરોડ, ફતેપુર રોડ પાસે, અમરેલી, નાના માચીયાળા નર્સરી, અમરેલી ચિતલ રોડ, નાના માચીયાળા, રેન્જ ફોરેસ્ટ કચેરી રૂમ નં. ૨૦૩, બ્લોક-એ, બીજો માળ, બહુમાળી ભવન, રાજમહેલ કમ્પાઉન્ડ, અમરેલી, અમરેલી, રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી જે.એસ.ખાખરા ફોન નં.૮૨૦૦૩૯૫૨૧૪નો સંપર્ક કરવો.  

કુંકાવાવ તાલુકામાં વાઘણીયા નર્સરી, કુંકાવાવ-બગસરા રોડ,  નવા વાઘણીયા, ગામ સામે છે.  બગસરા તાલુકામાં મુંજીયાસર ડેમ નર્સરી, બગસરા માણેકવાડા રોડ, બગસરા, રેન્જ ફોરેસ્ટ કચેરી સરકારી ગેસ્ટહાઉસ પાછળ, કુંકાવાવ, રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી ડી.એલ.ચૌધરીના ફોન નં. ૯૧૦૬૮૨૧૬૧૬ સંપર્ક કરવો.

Related Posts