“વિશ્વ પ્રવાસન દિન” ભારત પર્યટકો ને આકર્ષવા માં એશિયા માં જાપાન પછી બીજા નંબર આવતો “અતિથિ દેવો ભવ” પ્રાણ પ્રાણ પાથરતો દેશ
૨૭ સપ્ટેમ્બર -વિશ્વ પ્રવાસન દિન વર્ષે ૨૭ સપ્ટેમ્બરે વિશ્વ પ્રવાસન દિન તરીકે ઊજવાય છે પ્રવાસ ભ્રમણ સફર પર્યટન જેવા શબ્દો થી પ્રયોજાય છે પ્રવાસ દ્વારા વ્યક્તિ જે વિશેષ જ્ઞાનપ્રાપ્તિ થાય છે અને જીવન જીવવાના અનુભવોનું ભાથું મળે છે તે પુસ્તકો શાળા ફિલ્મો કે અન્ય કોઈપણ દ્વારા પ્રાપ્ત થતું નથી ભારત ખંડનાં પ્રવાસ કેન્દ્રો જેવાં કે રળિયામણાં નગરો વિશાળ સાગરતટ ઉજાણી સ્થળ પ્રાકૃતિક સૌંદર્યધામો વન્ય પ્રાણી અભયારણ્યો પવિત્ર તીર્થધામો ભારતનો સાંસ્કૃતિક કલાવારસો વગેરે વિશ્વભરના પ્રવાસીઓ અને સહેલાણીઓ માટે આકર્ષણનાં કેન્દ્રો બન્યાં છે તેથી જ એશિયા ખંડના દેશોમાં જાપાન પછી સૌથી વધુ પ્રવાસીઓ ભારતમાં આવે છે વિદેશી પર્યટકોનું પ્રમાણ વધારવા કેન્દ્ર સરકારે નવી પ્રવાસન નીતિ અડીને પરિવહનની સુવિધા વિસ્તારવાની સાથે સાથે પ્રવાસન ઉદ્યોગનું ખાનગીકરણ કરવાની પ્રોત્સાહક નીતિ અપનાવી છે ભારતવર્ષના ભવ્ય પ્રવેશદ્વાર સમાન આકર્ષક પ્રવાસ ધામો અને વિશાળ સાગરતટ ધરાવતા
ગુજરાત રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિના વિકાસ અને વિસ્તાર માટે ૧૯૭૩ થી અલગ ગુજરાત પ્રવાસન નિગમ લિ.ની સ્થાપના કરવામાં આવી છે . રાજય સરકાર દ્વારા ગુજરાતમાં પ્રવાસન પ્રવૃત્તિના વિકાસ માટે પ્રવાસન પ્રવૃત્તિની શકયતા ધરાવતા વિસ્તારોમાં ઉદાર મૂડીરોકાણ આકર્ષવા તેમજ વિપુલ પ્રમાણમાં રોજગારીની તકો ઊભી કરવા માટે ૧૯૯૫ માં નવી પ્રવાસન નીતિ ઘડવામાં આવી છે એટલું જ નહીં વર્તમાન સરકાર દ્વારા પ્રવાસન પ્રવૃત્તિને ઉદ્યોગનો દરજ્જો આપવામાં આવ્યો છે આ ઉપરાંત ગુજરાતના ડાકોર અંબાજી સોમનાથ ,દ્વારકા પાલિતાજ્ઞા વીરપુર ( જલારામ ) વગેરે યાત્રાધામોના વિકાસ માટે અલગ યાત્રાધામ વિકાસ બોર્ડની રચના કરવામાં આવી છે . ગુજરાતના સાગરકાંઠે વિકસેલ વિહારધામોએ વિશાળ અને નિયમિત સહેલાણીવર્ગ ઊભો કર્યો છે તો વળી શિલ્પ -સ્થાપત્ય કલાપ્રેમીઓ તથા પ્રાચીન સંસ્કૃતિના ચાહકો માટે પુરાતત્ત્વીય મહત્ત્વ ધરાવતા ગુજરાતના અનેક ઐતિહાસિક અને રક્ષિત સ્મારકોએ અનેરું આકર્ષણ જન્માવ્યું છે
હિમાલય સ્ટેસ્યું ઓફ યુનિટી કીર્તિ મંદિર જેવા સ્થાનો એ આકર્ષણ સાથે દેશ ના સમાજ જીવન પરંપરા ઓ પરમાર્થ જીવદયા નું દર્શન કરાવેયુ છે સાત્વિકતા ના સંદેશ આપતા સ્મારકો માંથી સહેલાણીઓને ઉત્તમ જીવન શીખ મેળવી ખૂબ ગૌરવ સાથે પર્યટક સ્થળ તરીકે ખાસ ગુજરાત થી અભિભૂત થાય છે સમગ્ર માનવ જાત માટે અમીટ છાપ છોડતા પર્યટક સ્થાનો માંથી જીવન જીવવા ની જડીબુટી સમાં શોર્ય સાહસ ત્યાગ દાન ધર્મ ધ્યાન વીરતા ધીરતા જેવા સંદેશો આપતા રહ્યા છે
Recent Comments